શનિ અમાસ 29 માર્ચ, 2025ને શનિવારે ઉજવવામાં આવશે. સનાતન ધર્મમાં શનિ અમાસનું ખૂબ મહત્વ છે. આ દિવસે શનિદેવની પૂજા કરવામાં આવે છે જેથી તેમના આશીર્વાદ મળે છે અને ધનની પ્રાપ્તિ થાય છે. એવી માન્યતા છે કે શનિ અમાસના દિવસે સાચા મનથી શનિદેવની પ્રાર્થના કરવાથી ભક્તો પર તેમની કૃપા બની રહે છે. શનિ અમાસના દિવસે શનિદેવના આશીર્વાદ મેળવવા અને ધનની વૃદ્ધિ કરવા માટે કેટલાક વિશેષ ઉપાયો કરવાથી દરિદ્રતામાંથી મુક્તિ મેળવી શકાય છે.


આજે આપણે તમામ રાશિ પર કેવી અસર થશે અને શુ ઉપાય કરવા તે જણાવીએ. આ વખતે શનિ અમાસના દુર્લભ સંયોગમાં શનિ મહારાજ રાશિ પરિવર્તન કરશે. અઢી વર્ષના લાંબા અંતરાલ પછી, શનિદેવ તેમની મૂલત્રિકોણ રાશિ કુંભ રાશિમાંથી બહાર આવશે અને ગુરુની રાશિ મીન રાશિમાં પ્રવેશ કરશે. 29મી માર્ચે શનિ અમાસનો ખૂબ જ દુર્લભ સંયોગ બની રહ્યો છે. શનિદેવ 29 માર્ચે રાત્રે 10.07 કલાકે મીન રાશિમાં પ્રવેશ કરશે. લગભગ 30 વર્ષ પછી શનિ મીન રાશિમાં ગોચર કરશે.

મેષ રાશિ

નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે. જમીન અને વાહન ખરીદવાની તક મળશે. સમાજમાં માન-સન્માન વધશે.

મેષ રાશિએ શનિ અમાસે કરવાના ઉપાય

મેષ રાશિવાળા લોકોએ આ દિવસે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. કારકિર્દીમાં સફળતાની શરૂઆત થાય.


  • Follow us on: