- મકર, કુંભ અને ધન રાશિના લોકોને ફાયદો
- મિથુન અને તુલા રાશિના લોકોને પરેશાની
- ૐ હનુમતે નમઃ મંત્રનો જાપ કરો
સૂર્ય પુત્ર શનિદેવ ઇચ્છે ત રંકને રાજા બનાવી દે અને ખીજે તો રાજાને રંક બનાવી જીવન મુશ્કેલીઓથી ભરી દે. આથી તો શનિદેવના પ્રકોપથી લોકો થરથર કાંપે છે. જેના પર શનિની વક્ર દૃષ્ટી હોય છે, તેને ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડે છે. શનિ તેનું રાશિચક્ર 30 વર્ષમાં પૂર્ણ કરે છે. શનિને ક્રૂર ગ્રહ માનવામાં આવતો હોવાથી શનિદેવના ગોચરની અસર જોવા મળે છે.
30 વર્ષ પછી કુંભ રાશિમાં શનિ
શનિદેવ 17 જાન્યુઆરી 2023 ના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષીઓનું કહેવું છે કે લગભગ 30 વર્ષ પછી શનિદેવ પોતાની મૂળ રાશિ કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. શનિ અત્યારે મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે. શનિ કુંભ રાશિમાં પ્રવેશતાની સાથે જ ઘણી રાશિઓ પર શનિની સાડાસાતી અને ઢૈય્યા શરૂ થઈ જશે.
આ 2 રાશિના જાતકોએ સાવધાન રહેવું
કુંભ રાશિમાં શનિનું સંક્રમણ થતાં જ તમામ લોકોને તેના સારા-ખરાબ પરિણામો મળવા લાગશે. આ સંક્રમણ પછી મિથુન અને તુલા રાશિના લોકોને પરેશાની ભોગવવી પડી શકે છે. વાસ્તવમાં આ બંને રાશિઓ પર શનિની પનોતીની શરૂઆત થશે. આ પછી તમારા દ્વારા કરવામાં આવેલ કામ બગડી શકે છે. વિવાહિત જીવનમાં સમસ્યા આવી શકે છે. ઘરની સુખ-શાંતિમાં ખલેલ પહોંચી શકે છે. આ બંને રાશિના લોકોને નોકરી અને બિઝનેસમાં નુકસાન સહન કરવું પડી શકે છે. આવક ઘટી શકે છે. સહકર્મીઓ સાથેના સંબંધો બગડી શકે છે.
કરો આ ઉપાય
જો શનિ સંબંધિત સમસ્યા વધી જાય તો શનિવારે ગરીબોને ભોજન કરાવ્યા બાદ તેમને દાન કરવું જોઈએ. આ સિવાય શનિ મંદિરમાં તેલનું દાન કરો અને ૐ હનુમતે નમઃ મંત્રનો જાપ કરો. પિતૃઓને યાદ કરીને પીપળાના ઝાડને જળ અર્પણ કરવાથી પણ સમસ્યા દૂર થઈ શકે છે.
આ 3 રાશિઓને થશે ફાયદા
શનિ કુંભ રાશિમાં પ્રવેશ્યા બાદ મકર, કુંભ અને ધન રાશિના લોકોને ફાયદો થવાનો છે. આ રાશિના લોકો શનિની સાડાસાતીથી મુક્ત રહેશે. જે કામો અત્યાર સુધી અટવાયેલા હતા તે ઝડપથી પૂર્ણ થશે. નોકરી-ધંધાના મોરચે તમને સફળતા મળશે. જીવનમાં પૈસાનો પ્રવાહ વધશે. સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળી શકે છે. યાત્રાઓ લાભદાયી રહેશે. રોકાણ માટે પણ સમય સાનુકૂળ રહેશે.