• આ પવિત્ર રાત્રે ચંદ્રમાંથી નીકળતા કિરણો અમૃત સમાન
  • આ રાત્રે ખીર બનાવવામાં આવે અથવા તો દુધપૌવા
  • ધન, વૈભવ અને સુખ-સમૃદ્ધિ મેળવી શકો છો

શાસ્ત્રોમાં શરદ પૂર્ણિમાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. પંચાંગ અનુસાર દર વર્ષે આસો મહિનાની પૂર્ણિમાની તિથિએ કોજાગિરિ અને શરદ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. આ વર્ષે તે 9 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર સોળ કળાએ ખીલેલો હોય છે.

શાસ્ત્રો અનુસાર, આ પવિત્ર રાત્રે ચંદ્રમાંથી નીકળતા કિરણો અમૃત સમાન છે. આ રાત્રે ખીર બનાવવામાં આવે છે અથવા તો દુધપૌવા બનાવવામાં આવે છે અને ચંદ્રની રોશનીમાં રાખવામાં આવે છે. બીજી તરફ જ્યોતિષમાં શરદ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. જે કરવાથી તમે ધન, વૈભવ અને સુખ-સમૃદ્ધિ મેળવી શકો છો. ચાલો જાણીએ આ ઉપાયો વિશે...

દેવાથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાય

શરદ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીને ખીર ચઢાવો. તેમજ શ્રી સૂક્તનો પાઠ કરો, કનકધારા સ્તોત્રનો પાઠ કરો. આ સ્ત્રોત્રના પાઠ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ઉપરાંત, આ ઉપાય કરવાથી તમે જલ્દી જ દેવામાંથી મુક્તિ મેળવી શકો છો.

સંપત્તિ વધારવા માટે કરો આ ઉપાય

આ દિવસે ધનની વૃદ્ધિ અને આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે રાત્રે મા લક્ષ્મીની પૂજા કરો. તેમજ માતાને 5 કોડી અર્પણ કરો. પછી બીજા દિવસે સવારે આ કોડીને લાલ કે પીળા કપડામાં લપેટીને ધન સ્થાન પર રાખો. આમ કરવાથી ધનના માર્ગ ખુલશે. સાથે જ સંપત્તિમાં પણ વધારો થશે.

આરોગ્ય પ્રાપ્તિ માટે

જો ઘરમાં કોઈ સભ્ય બીમાર રહેતું હોય તો શરદ પૂર્ણિમાની રાત્રે ધાબામાં ખીર રાખો. પછી બીજા દિવસે દર્દીએ તે ખીરનું સેવન કરવું જોઈએ. આમ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.

  • Follow us on: