- શારદીય નવરાત્રિ 26 સપ્ટેમ્બરથી શરૂ થશે 5 ઓક્ટોબર સુધી ચાલશે
- આ 9 દિવસોમાં, દેવી દુર્ગાના નવ સ્વરૂપોની કરાશે પૂજા અર્ચના
- મા દુર્ગા હાથી પર સવાર થઈને આવશે થશે ખુબજ શુભ
મા દુર્ગાની આરાધનાનો પર્વ નવરાત્રિ દર વર્ષે 4 વખત ઉજવવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિ અને શારદીય નવરાત્રિ મુખ્ય છે. શારદીય નવરાત્રિ આસો માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. જેમાં 9 દિવસ સુધી મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વખતે શારદીય નવરાત્રિ 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે અને 5 ઓક્ટોબર સુધી ચાલશે. આ 9 દિવસોમાં, દેવી દુર્ગાની પૂજા ધાર્મિક વિધિઓ અનુસાર કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતા આ 9 દિવસ તેમના ભક્તો પર આશીર્વાદ વરસાવવા માટે પૃથ્વી પર વાસ કરે છે.
શાસ્ત્રો અનુસાર આ દિવસોમાં માતાની પૂજા, વ્રત, અનુષ્ઠાન વગેરે કરવામાં આવે છે. માતાની સાચી ભક્તિ અને આરાધના કરવાથી માતા અંબાની કૃપાથી ભક્તોના તમામ દુ:ખ દૂર થાય છે.
મા દુર્ગા હાથી પર સવાર થઈને આવશે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વખતે શારદીય નવરાત્રિ ખૂબ જ શુભ માનવામાં આવી રહી છે. કારણ કે આ વખતે મા દુર્ગા હાથી પર સવાર થઈને આવી રહી છે. દર વર્ષે માતા કોઈને કોઈ વસ્તુ પર સવાર થઈને આવે છે, જેના શુભ અને અશુભ સંકેતો હોય છે. આવો જાણીએ આ વખતે હાથી પર સવારી કરીને આવવાનો અર્થ શું છે.
આ વખતે સોમવારથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. એવું માનવામાં આવે છે કે રવિવાર અને સોમવારે નવરાત્રિની શરૂઆતમાં માતા દુર્ગા હાથી પર સવાર થઈને આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર માં દુર્ગાનું હાથી પર સવાર થઇને આવવું ખુબજ શુભ સંકેત છે.
એવું માનવામાં આવે છે કે જો માતા હાથી પર સવાર થઈને આવે છે, તો તે પોતાની સાથે ખૂબ જ સુખ અને સમૃદ્ધિ લાવે છે. હાથી શાણપણ અને સમૃદ્ધિનું પ્રતીક છે. તેનાથી દેશમાં આર્થિક સમૃદ્ધિ અને જ્ઞાનનો વિકાસ થશે. માતા 5 ઓક્ટોબરે હાથી પર બેસીને પ્રયાણ કરશે.
દરેક વાહનનું મહત્વ
જો મા દુર્ગા ઘોડો, ભેંસ, ડોલી, માણસ, હોડી અને હાથી પરસ સવારી કરીને આવે. મા દુર્ગાનું હોડી અને હાથી પર આવવું એ શુભ સંકેત માનવામાં આવે છે. બાકીના બધા અશુભ સંકેતો આપે છે. તો આ નવરાત્રિએ થઇ જાઓ તૈયાર શુભ સંકેત સાથે માતા નવદુર્ગાની આવી રહી છે સવારી.