• દેવી દુર્ગાના નવ સ્વરૂપોની વિધિપૂર્વક પૂજા કરવાની સાથે કળશની સ્થાપના કરવી
  • હિંદુ કેલેન્ડર મુજબ પિતૃપક્ષ અમાસે સમાપ્ત થાય છે
  • આ વર્ષે મા દુર્ગા હાથી પર સવાર થઈને આવી રહ્યા છે
સનાતન ધર્મમાં નવરાત્રિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની વિધિપૂર્વક પૂજા કરવાની સાથે કળશની સ્થાપના કરવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ પિતૃપક્ષ અમાસે સમાપ્ત થાય છે આ સાથે શારદીય નવરાત્રિ બીજા દિવસે એટલે કે આસો માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે મા દુર્ગા હાથી પર સવાર થઈને આવી રહ્યા છે. સંકેત છે કે શુભ ફળ મળી શકે છે. નવરાત્રિના પ્રથમ દિવસે મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ મા શૈલપુત્રીની પૂજા કરવાની અને ઘટસ્થાપન કરવાની પરંપરા છે. આ વર્ષે નવરાત્રિ નવ દિવસની છે. ચાલો જાણીએ શારદીય નવરાત્રિ અને ઘટસ્થાપનનો શુભ સમય.

શારદીય નવરાત્રિ 2023 ક્યારે શરૂ થઈ રહી છે?
પંચાંગ અનુસાર, આસો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 14 ઓક્ટોબર 2023ના રોજ રાત્રે 11:24 વાગ્યાથી શરૂ થઈ રહી છે, જે 16 ઓક્ટોબર 2023ના રોજ સવારે 1:13 વાગ્યે સમાપ્ત થઈ રહી છે. ઉદયા તિથિના કારણે શારદીય નવરાત્રિ 15મી ઓક્ટોબર 2023થી શરૂ થઈ રહી છે અને 23મી ઓક્ટોબરે સમાપ્ત થઈ રહી છે. આ સાથે 24 ઓક્ટોબરે દશમી તિથિ સાથે તેની પૂર્ણાહુતિ થઈ રહી છે.

શારદીય નવરાત્રિ 2023 કળશ સ્થાપના માટેનો શુભ સમય
શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે કળશની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે 15 ઓક્ટોબરે સવારે 11:44 થી બપોરે 12:30 સુધી કળશ સ્થાપિત કરવો ફાયદાકારક સાબિત થશે.

આ વર્ષે મા દુર્ગા હાથી પર સવાર થઈને આવી રહ્યા છે
શાસ્ત્રો અનુસાર નવરાત્રિ દરમિયાન માતા દુર્ગા પૃથ્વી પર વાસ કરે છે. આવી સ્થિતિમાં તે પોતાના ઘરેથી કોઈને કોઈ વાહનમાં સવાર થઈને આવે છે. આ વર્ષે નવરાત્રિ રવિવારથી શરૂ થઈ રહી છે. માતાજી હાથી પર સવાર થઈને આવશે. હાથીને જ્ઞાન અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. આંગણે માતાનું આગમન સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય લાવશે.

શારદીયા નવરાત્રિ કેલેન્ડર 2023
15 ઓક્ટોબર 2023 - પ્રથમ દિવસ, ઘટસ્થાપન, મા શૈલપુત્રીની પૂજા.
16 ઓક્ટોબર 2023 - બીજો દિવસ, માતા બ્રહ્મચારિણીની પૂજા.
17 ઓક્ટોબર 2023 - ત્રીજો દિવસ, મા ચંદ્રઘંટાની પૂજા
18 ઓક્ટોબર 2023 - ચોથો દિવસ, માતા કુષ્માંડાની પૂજા
19 ઓક્ટોબર 2023 - પાંચમો દિવસ, માતા સ્કંદમાતાની પૂજા
20 ઓક્ટોબર 2023 - છઠ્ઠો દિવસ, માતા કાત્યાયનીની પૂજા
21 ઓક્ટોબર 2023 - સાતમો દિવસ, મા કાલરાત્રીની પૂજા
22 ઓક્ટોબર 2023 - આઠમો દિવસ, માતા સિદ્ધિદાત્રીની પૂજા
23 ઓક્ટોબર 2023 - નવમો દિવસ, મા મહાગૌરીની પૂજા અને નવરાત્રિ ઉપવાસ પૂર્ણ, નૈવાદ્ય
24 ઓક્ટોબર 202- વિજયાદશમી, દશેરા

  • Follow us on: