- સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 07.16 થી શરૂ થશે અને સાંજે 05.22 સુધી રહેશે
- અમૃત સિદ્ધિ યોગ 17 જાન્યુઆરીની સવારે 07:12 થી શરૂ થશે
- વૃધ્ધિ યોગ 18 જાન્યુઆરીના રોજ સવારે 05.58 કલાકે શરૂ થશે
શાસ્ત્રોમાં પોષ માસમાં આવતી એકાદશીનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. પોષ મહિનામાં આવતી એકાદશીને ષટતિલા એકાદશી (Shattila Ekadashi 2023) કહેવામાં આવે છે. જે 18 જાન્યુઆરી બુધવારના રોજ પડી રહી છે. એવી માન્યતા છે કે આ દિવસે જે વ્યક્તિ વ્રત રાખીને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે. તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેની સાથે જ વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે અને તેને દુ:ખ અને દરિદ્રતાથી મુક્તિ મળે છે. સાથે જ આ દિવસે 3 શુભ યોગ પણ બની રહ્યા છે. જેના કારણે આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે.
ષટતિલા એકાદશીનો શુભ સમય










