- શ્રાદ્ધના 15 દિવસમાં કરી લો જરૂરી વસ્તુઓની ખરીદી
- આ દિવસે હાથી પર સવાર માતા લક્ષ્મીની કરાય છે પૂજા
- માન્યતા છે કે આ દિવસે ખરીદાયેલું સોનું આઠ ગણું વધે છે
હાલમાં પિતૃપક્ષના દિવસો ચાલી રહ્યા છે. આ સમયે શુભ કામ કરવાની મનાઈ છે. આ દિવસોમાં કોઈ પણ દિવસે શુભ કામ કરી શકાતું નથી અથવા કોઈ માંગલિક કાર્ય પણ કરી શકાતું નથી. આ દિવસોમાં નવા કપડાં પહેરવાની પણ મનાઈ છે. પણ શ્રાદ્ધ પક્ષમાં એક દિવસ એવો છે જેમાં તમે શુભકામ કરી શકો છો. પિતૃપક્ષની અષ્ટમી તિથિના દિવસે તમે શુભ કામ કરી શકો છો. આ દિવસને શુભ માનવામાં આવે છે. વર્ષ 2023માં 6 ઓક્ટોબરને આઠમ છે. આ દિવસે મહાલક્ષ્મીજીને વરદાન મળ્યું હતું. આ 15 દિવસમાં માત્ર 1 દિવસે એટલે કે આઠમે તમે જરૂરિયાતનો સામાન ખરીદી શકાય છે.
આ દિવસે હાથી પર સવાર માતા લક્ષ્મીની કરાય છે પૂજા
પિતૃપક્ષમાં આવનારી આઠમની તિથિએ હાથી પર સવાર માતા લક્ષ્મીની પૂજા કરાય છે. આ માટે આ દિવસે વદિન ગજલક્ષ્મીનું વ્રત રાખવામાં આવે છે. આ દિવસે કૃષ્ણપક્ષની અષ્ટમી કે કાલાષ્ટમી કહેવામાં આવે છે. આ દિવસે કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષમાં પિતૃ અને દેવી પૂજનને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે.
આ દિવસે મહિલાઓ દુઃખથી મુક્તિ મેળવવાની કામના કરે છે
મહાલય એટલે કે પિતૃ અને દેવ માતામહની યુતિનું પૂજન, મહાલયના એક અઠવાડિયા બાદ દુર્ગા પૂજન શરૂ થાય છે. તેનો અર્થ એ છે કે મહાલય પિતૃ અને દેવગણને જોડનારી કડી છે. આ દિવસે અષ્ટમીનું શ્રાદ્ધ કરીને તમે પોતાના જીવિત પુત્રના સફળ જીવનની કામના કરી શકો છો. આ દિવસે મહિલાઓ કામના કરે છે કે તેમને દુઃખથી મુક્તિ મળે.
પિતૃપક્ષની આઠમ લક્ષ્મીજીને સમર્પિત છે
આ આઠમે લક્ષ્મીજીની પૂજા કરાય છે. આ દિવસે વિશેષ રીતે લોકો સોનું ખરીદે છે. માનવામાં આવે છે કે આ દિવસે સોનું ખરીદવાની સાથે સોનું આઠ ગણું વધે છે. આ માટે ગજલક્ષ્મી વ્રતના દિવસે સોનું જરૂર ખરીદો. આ દિવસે ચાંદીના હાથીની ખરીદી પણ શુભ માનવામાં આવે છે.
મંત્ર જાપ
મહાલક્ષ્મીના વ્રતના દિવસે આ મંત્રનો જાપ કરો. આમ કરવાથી સુખ અને સમૃદ્ધિ તમારા ઘરે આવે છે. આ દિવસે ખાસ મંત્રના જાપથી પુણ્ય મળે છે. આવતીકાલે દિવસ દરમિયાન मंत्र: ॐ आद्यलक्ष्म्यै नम:। ॐ विद्यालक्ष्म्यै नम:। ॐ सौभाग्यलक्ष्म्यै नम:। ॐ अमृतलक्ष्म्यै नम:। ॐ कामलक्ष्म्यै नम:। ॐ सत्यलक्ष्म्यै नम:। ॐ भोगलक्ष्म्यै नम:। ॐ योगलक्ष्म्यै नम:।। નો જાપ કરો.