- ચાતુર્માસની શરૂઆત પછી શ્રાવણ માસ શરૂ થાય છે
- ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે
- તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે
હિંદુ ધર્મમાં શ્રાવણનું વિશેષ મહત્વ છે. ચાતુર્માસની શરૂઆત પછી શ્રાવણ માસ શરૂ થાય છે અને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. આ મહિનામાં ભગવાન ભોલેનાથની યોગ્ય રીતે પૂજા કરવાથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ વર્ષે ઉત્તર ભારતમાં શ્રાવણ 22મી જુલાઈથી શરૂ થયો છે ગુજરાતમાં પવિત્ર શ્રાવણની શરૂઆત 5 ઓગસ્ટ સોમવારથી થઇ રહી છે.
ગુજરાતમાં પવિત્ર શ્રાવણની શરૂઆત 5 ઓગસ્ટ સોમવારથી થઇ રહી છે
જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર, 72 વર્ષ બાદ શ્રાવણમાં એક દુર્લભ સંયોગ બન્યો છે જ્યારે શ્રાવણ મહિનો સોમવારથી શરૂ થયો છે અને સોમવતી અમાસે સમાપ્ત થઈ રહ્યો છે. શિવ સાથે સંબંધિત દરેક કાર્ય કરવાથી જીવનમાં સુખ આવશે તેની સાથે જ ભોલેનાથની કૃપાથી જીવનના દરેક દુ:ખ અને સમસ્યા દૂર થઈ શકે છે.

શ્રાવણમાં રૂદ્રાક્ષ ધારણ કરવાનું વિશેષ મહત્વ છે.
શિવપુરાણ અનુસાર રૂદ્રાક્ષની ઉત્પત્તિ ભોલેનાથના આંસુમાંથી થઈ છે. શ્રાવણમાં રુદ્રાક્ષ ધારણ કરવાથી અનેક ગણું વધારે ફળ મળે છે. આર્થિક તંગી, બીમારીઓ વગેરેથી રાહત મળે છે. તેનાથી વ્યક્તિને તમામ પાપો અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે. કરિયરમાં પ્રગતિ થાય.
દરેક રુદ્રાક્ષનો સંબંધ કોઈને કોઈ ગ્રહ સાથે હોય છે.
દરેક રુદ્રાક્ષ કોઈને કોઈ ગ્રહ સાથે સંબંધિત છે.આમાં પણ પંચ મુખી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સૂર્યને એક મુખી રુદ્રાક્ષનો સ્વામી માનવામાં આવે છે. આ સાથે દ્વીમુખીને અર્ધનારીશ્વરનું પ્રતિક માનવામાં આવે છે અને તેનો સ્વામી ચંદ્ર ગ્રહ છે. ચાર મુખવાળા રુદ્રાક્ષ ભગવાન બ્રહ્મા સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે, આ સાથે તેનો સ્વામી બુધ ગ્રહ માનવામાં આવે છે. આ ઉપરાંત પંચમુખી રુદ્રાક્ષથી ભગવાન શિવના પાંચ સ્વરૂપોની કૃપા પ્રાપ્ત થાય છે. આ રુદ્રાક્ષ પર ગુરુનું શાસન છે.