• તહેવારોના પવિત્ર માસમાં શિવમંદિરોમાં ભાવિકોની ભીડ રહેશે
  • આજથી શિવજીની પૂજા કરી ભક્તો શિવભક્તિમાં લીન રહેશે
  • છપ્પનિયા દુષ્કાળમાં પણ શિવલિંગ પર અવિરત જલધારા વહેતી રહી હતી

હિન્દુઓનના પવિત્ર મનાતા શ્રાવણ માસનો આજે સોમવારથી પ્રારંભ થતાં ભાવિકો શિવમંદિરોમાં પુજા અર્ચના અને દર્શન માટે ઉમટી પડ્યા છે. આમ શ્રાવણ મહીનો શિવજીની મહીમાનો પવિત્ર માસ કહેવાય છે, વળી શ્રાવણ માસમાં મોટા ભાગના તહેવાર પણ આવતા હોઈ તેને તહેવારોનો માસ પણ કહેવાય છે. અને શ્રાવણ મહીના દરમિયાન કરેલ તપશ્ચર્યાનુ અનેરૂ મહત્વ ધાર્મિક પુસ્તકોમાં દર્શાવ્યુ છે.

 શિવજીને રિઝવવા માટે ભાવિકો શિવમંદિરમાં પુજા અર્ચના અને અભિષેક કરીને ધન્યતા અનુભવે


આજથી શરૂ થતાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવજીને રિઝવવા માટે ભાવિકો શિવમંદિરમાં પુજા અર્ચના અને અભિષેક કરીને ધન્યતા અનુભવે છે. વળી હિન્દુઓમાં શ્રાવણ માસનુ અનેરૂ મહત્વ રહેલુ છે.અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં પંદર દિવસ અગાઉ શરૂ થાય છે. શ્રાવણ માસ દરમિયાન મોટાભાગના તહેવારો આવતા હોય છે.જેમાં નાગ પાંચમ,રાંધણ છઠ,શિતળા સાતમ,જન્માષ્ટમી સહીતના તહેવારની ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. તથા શ્રાવણમાસ દરમિયાન ભાવિકો મંદિરોમાં કથાનુ રસપાન પણ કરાવતા હોય છે અને ઉપવાસનો મહીનો પણ મનાય છે.


શ્રાવણ માસનુ મહત્વ અંગે આમ તો અલગ અલગ માન્યતાઓ છે.જેમાં વિશેષતા એ છે કે પુનમના દિવસે શ્રાવણ નક્ષત્ર હોય છે.બીજી એવી પણ માન્યતા છે કે દેવી પાર્વતીએ યુવાવસ્થામાં શ્રાવણ માસમાં અન્ન લીધા વિના કઠોર તપશ્ચર્યા કરી હતી.ત્યારે શિવજીએ પ્રસન્ન થઈ તેમની સાથે લગ્ન કર્યા.અને ભગવાન જ્યારે શ્રાવણ માસમાં તેમના સાસરે ગયા ત્યારે તેમનુ સ્વાગત અર્ઘ્ય અને જળાભિષેકથી કરવામાં આવ્યુ હોવાની દંતકથા પણ છે.

શ્રાવણ માસમાં સમુદ્રમંથન કરવામાં આવ્યુ 
બીજી એક માન્યતા એવી છે કે શ્રાવણ માસમાં સમુદ્રમંથન કરવામાં આવ્યુ તે સમયે જે વિષ આવ્યુ તે શિવજીએ પી લીધુ અને તેને ગળામાં જ રોકી લીધુ આથી તેમને નીલકંઠ કહેવાય છે.અને ઝેરને મારવા માટે દેવી દેવતાઓએ તેમને જળ ચઢાવ્યુ હતુ.આમ અલગ અલગ માન્યાતાઓ છે.

પાંડવોએ વનવાસ દરમિયાન સ્થાપેલ શિવલિંગ દર્શનીય
બનાસકાંઠા જિલ્લામાં પાંડવો સમયના ઘણાં શિવાલયો આવેલા છે.અને દરેકનુ મહત્વ રહેલુ છે.જેમાં વાવ તાલુકામાં કપિલેશ્વર મહાદેવ,અંબાજીમાં કોટેશ્વર ,વડગામમાં મુક્તેશ્વર મહાદેવ ,ડીસમાં આખોલમાં આવેલ મહાદેવમંદિર ઉપરાંત નદી કિનારે આવેલા બાજોઠીયા મહાદેવ, હરગંગેશ્વર મહાદેવ, ઉપરાંત બાલારામ મહાદેવ મંદિરો સાથે પાંડવોનો ઈતિહાસ જોડાયેલો છે. કહેવાય છે કે વનવાસ દરમિયાન માતા કુંતા શિવજીની પૂજા કર્યા વિના અન્ન લેતા ન હતા. આથી પાંડવોએ જ્યાં જ્યાં વિહાર કર્યો ત્યાં શિવલિંગ સ્થાપી અને પૂજા કરી હતી.જ્યાં આજે પણ પ્રાચીનકાળની મૂર્તિઓ નીકળે છે.જે તે સમયના શિવમંદિરનુ પ્રમાણ આપે છે. આજે પણ બાજોઠીયા,હરગંગેશ્વર અને બાલારામમાં પૌરાણિક મુર્તિઓ ઉપલબ્ધ છે.જેમાં પાલનપુરમાં આવેલ પાતાળેશ્વર મહાદેવ મંદિર પણ સિદ્ધરાજ જયસિહના જન્મ સમયે મીનળદેવીએ વાવ ખોદાવી ત્યારે પાતાળમાંથી શિવલિંગ મળી આવ્યુ હતુ.જે જમીનમાં 51 ફુટ નીચે આવેલ છે.આવુ એકમાત્ર મંદિર માનવામાં આવે છે.

છપ્પનિયા દુષ્કાળમાં પણ શિવલિંગ પર અવિરત જલધારા વહેતી રહી હતી
પાલનપુર શહેરથી 15 કિ.મી.દુર આવેલ યાત્રાધામ બાલારામમાં આવેલ મહાદેવ મંદિરમાં શિવલિંગ પર એક ગૌમુખ બનાવેલ છે.જેનો ઈતિહાસ એવો છે કે પાંડવોએ વનવાસ દરમિયાન અહીં શિવમંદિરની સ્થાપના કરી હતી.તે વખતે શિવલિંગ પર અભિષેક માટે આરસમાંથી બનાવેલ ગૌમુખમાંથી અવિરત અભિષેક ચાલુ રહે તે માટે જલધારા વહેતી કરી હતી. જ્યાં છપ્પનિયા દુષ્કાળમાં પણ જલધારા ચાલુ રહી હોવાની માન્યતા છે. અને આ પાણીનો સ્ત્રોત શોધવા માટે ઘણાં પ્રયત્ન કરવા છતાં શોધી શકાયુ ન હતુ. તેમ સ્થાનિકો જણાવે છે. આમ બાલારામ મહાદેવ મંદિર અનેરી વિશેષતા ધરાવે છે.

  • Follow us on: