- ઉત્તર ભારતમાં આજે શ્રાવણનો ચોથો સોમવાર છે
- આપણા ગુજરાતમાં આજે શ્રાવણનો બીજો સોમવાર છે
- શિવજીની કોઇ પણ સોમવારે પૂજા કરવાથી વધારે ફળ મળે છે
શિવભક્તોનો પ્રિય એવો શ્રાવણ મહિનો હાલ ચાલી રહ્યો છે. ઉત્તર ભારતમાં આજે શ્રાવણનો ચોથો સોમવાર છે તો આપણા ગુજરાતમાં આજે શ્રાવણનો બીજો સોમવાર છે. કહેવાય છે કે શિવજીની કોઇ પણ સોમવારે પૂજા કરવાથી વધારે ફળ મળે છે. તો આજે શ્રાવણના આ પવિત્ર દિવસે ઘરમાં કેવી રીતે પૂજા કરવી તે જાણીએ.
જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્ર વગર કોઈ પણ ગણતરી કરી શકાતી નથી
જ્યોતિષમાં સૂર્ય પછીનો સૌથી મહત્વપૂર્ણ ગ્રહ છે ચંદ્રમાં . જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્ર વગર કોઈ પણ ગણતરી કરી શકાતી નથી. તેથી જ્યોતિષમાં ચંદ્રનું મહત્ત્વનું સ્થાન છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી, ચંદ્ર ગુરુત્વાકર્ષણ બળ અને સમગ્ર પૃથ્વીના જળ તત્વને નિયંત્રિત કરે છે. માનવ મન અને લાગણીઓ ચંદ્રનું ક્ષેત્ર છે. જો ચંદ્ર નબળો હોય તો માનસિક સમસ્યાઓ વ્યક્તિને ઘણી પરેશાન કરે છે. જો ચંદ્રને નિયંત્રિત કરી શકાય તો માનસિક સ્થિતિમાંથી ચોક્કસપણે અપાર શક્તિ મેળવી શકાય છે.
કયું જ્યોતિર્લિંગ ચંદ્ર સાથે સંબંધિત છે?
ભગવાન શિવ જાગૃત સ્વરૂપે બાર જ્યોતિર્લિંગના રૂપમાં વિરાજમાન છે. આમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથનું છે. તે ગુજરાતના કાઠિયાવાડના પ્રભાસ વિસ્તારમાં આવેલું છે. તેને સોમનાથ કહેવામાં આવે છે કારણ કે તેની સ્થાપના ચંદ્ર (સોમ) દ્વારા કરવામાં આવી હતી.શ્રાપને દૂર કરવા માટે ચંદ્રમાએ આ શિવલિંગની સ્થાપના કરી હતી અને તેની વિધિવત પૂજા કરી હતી. એવું કહેવાય છે કે ચંદ્ર પર અસર કરતી ઊર્જા આ જ્યોતિર્લિંગ અને તેની આસપાસના સ્થળોમાં હાજર છે.
સોમનાથ જ્યોતિર્લિંગની પૂજા કરવાથી અનેક ગણુ ફળ પ્રાપ્ત થાય
જે લોકોને વધુ પડતો તણાવ અથવા ચિંતા હોય તેમણે સોમનાથ જ્યોતિર્લિંગની પૂજા કરવી જોઈએ. સોમનાથ દેવની પૂજા માનસિક રોગીઓ અને ડિપ્રેશનથી પીડિત લોકો માટે ખાસ કરીને ફાયદાકારક છે. કુંડળીમાં ગ્રહણ યોગ હોય તો પણ સોમનાથની પૂજા કરવી શુભ છે. જો ચંદ્ર નીચ રાશિમાં હોય અથવા અસ્ત થઈ ગયો હોય તો સોમનાથજીની પૂજા કરવી જોઈએ.
ઘરે સોમનાથજીની પૂજા કેવી રીતે કરવી?
સોમનાથજીની તસવીર ઘરમાં પૂજા સ્થાન પર લગાવો. સવારે અથવા પ્રદોષ કાળમાં સફેદ વસ્ત્રો પહેરો અને તેમની પૂજા કરો. તેમને સફેદ વસ્તુઓ અર્પણ કરો શિવ સહસ્ત્રનામ અથવા શિવ પંચાક્ષરનો પાઠ કરો. શ્રી સોમનાથ "ૐ નમો ભગવતે સોમનાથાય" મંત્રનો જાપ કરો. સોમવારે આ પૂજા અવશ્ય કરો.









