• ભક્તોના તમામ દુ:ખ દૂર કરે છે શિવજી
  • મનોકામના પૂર્ણ કરશે શિવ-શંભૂ ભોલેનાથ
  • બિલીના વૃક્ષના મૂળ ચડાવવાથી શિવજી થશે પ્રસન્ન

શ્રાવણમાં ભગવાનના આશીર્વાદ મેળવવા માટે, ભોલેનાથને પ્રસન્ન કરવા ખાસ ઉપાય કરવામાં આવે છે. તેવી જ રીતે ભગવાન શિવને તેમની પ્રિય વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. ભોલેનાથ એકમાત્ર એવા દેવતા છે, જે ફક્ત એક કળશ જળથી પ્રસન્ન થઈ જાય છે. આવી સ્થિતિમાં તેમને પ્રસન્ન કરવા માટે જળ,બિલ્વપત્ર, ધતુરો, ભાંગ, ચંદન વગેરે પણ ચઢાવવામાં આવે છે. જેથી શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે.

દેવાધિદેવ મહાદેવને રીજવવા પૂજન-અર્ચન માટે શ્રાવણ મહિનો શ્રેષ્ઠ માનવામાં આવે છે. સ્કંદ-પુરાણોમાં શ્રાવણ માસ અને તેમાંય સોમવારે ભોળાનાથની પૂજાનું વિશેષ માહાત્મ્ય વર્ણવાયું છે. શહેરના શિવમંદિરો શિવ ભક્તોથી ઊભરાઈ રહ્યા છે.

શ્રાવણ માસમાં ભોળાનાથની પૂજા અને આરાધનાનું વિષેષ મહત્ત્વ છે. અવિવાહિત યુવતીઓ અને યુવકો લગ્નજીવન માટે સારાં વર-વધૂની પ્રાપ્તિ માટે શિવજી પર જળાભિષેક કરીને બિલ્વપત્ર ચઢાવે છે. નવવિવાહિત દંપતી પોતાના દાંપત્યની મંગલ કામના માટે શિવભક્તિ કરે છે, કારણ કે પૌરાણિક કથાઓમાં ભગવાન શિવને શીઘ્ર પ્રસન્ન થઈને ફળ આપનારા યોગેશ્વર, ભૂતેશ્વર, મહાકાલેશ્વર, તત્કાલેશ્વર અને કૈલાસવાસીના નામથી ઓળખવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન શિવને બિલ્વપત્ર અર્પણ કરવાથી તેમના આશીર્વાદ જલ્દી મળે છે. શાસ્ત્રોમાં માત્ર બિલ્વપત્ર જ નહીં પરંતુ બિલ્વપત્રના મૂળને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે શ્રાવણમાં ભગવાન શિવને બિલીના વૃક્ષના મૂળ અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવું કરવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે અને ભક્તોના તમામ દુ:ખ દૂર કરે છે. આવો જાણીએ મૂળનું મહત્વ.

દરિદ્રતા થાય દૂર

શાસ્ત્રો અનુસાર જો શ્રાવણ મહિનામાં ભગવાન શિવને નિયમિત રીતે બિલ્વ પત્ર ચઢાવવામાં આવે તો વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. સાથે જ તેની ગરીબી દૂર થાય છે. તેને શ્રી વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. બિલીના ઝાડના મૂળમાં ખીર, મીઠાઈ વગેરે ચઢાવવાથી ગરીબીનો અંત આવે છે.

નાણાકીય સમસ્યા દૂર થાય

ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ છે કે ભગવાન શિવને બિલ્વપત્રના મૂળ અર્પણ કરવાથી ભક્તોની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. કહેવાય છે કે તેમાં માતા લક્ષ્મીનો વાસ છે.


  • Follow us on: