સનાતન ધર્મમાં માં લક્ષ્મી અને માં પાર્વતી અને સરસ્વતી માતાને પ્રમુખ દેવી માનવામાં આવે છે. જ્યાં માતા લક્ષ્મી ધનની દેવી છે, માતા સરસ્વતી વિદ્યા અને જ્ઞાન, બુદ્ધિ, વાણીના દેવી માનવામાં આવે છે. આથી જ તો કેટલીક વખત કહેવામાં આવે છે જીભ પર માતા સરસ્વતીનો વાસ છે. તમે ઘરમાં વસતા વડીલોને આવુ કહેતા સાંભળ્યા જ હશે. કહેવામાં આવે છે કે કોઇ વિશે ક્યારેય ખરાબ ન બોલવુ જોઇએ કઇ ક્ષણે આપણી વાત સાચી પડી જાય.

સંધ્યા સમયે કેટલીક વખત ઘરના વડીલો જણાવે છે કે બોલતી વખતે ખુબ સંભાળવુ કેમકે દેવતાઓના ગણ તથાસ્તુ તથાસ્તુ કરતા જતા હોય છે. આમ ક્યારેક કોઇ વિશે કરેલી આપણી વાત સાચી પડી જતી હોય છે.
ધર્મ શાસ્ત્ર અનુસાર દિવસ દરમિયાન એક ખાસ સમય એવો હોય છે જ્યારે માં સરસ્વતી આપણી જીહ્વા પર વાસ કરે છે જે વાત આપણે કરીએ છીએ તે સાચી પડી જાય છે.

24 કલાકમાં ફક્ત 20 મિનિટ હોય શુભ
ધાર્મિક શાસ્ત્રો અનુસાર આખા દિવસમાં ફક્ત 20 મિનિટ એવી હોય છે જેમાં માં સરસ્વતી વ્યક્તિની જીભ પર બેસે છે. આ દરમિયાન કહેવામાં આવેલી વાત હંમેશા સાચી પડે છે, પછી તે ભવિષ્યવાણી હોય કોઇ વિચાર હોય કે કોઇ માટે બોલવામાં આવતા શબ્દો હોય.

ક્યારે હોય છે આ ખાસ સમય?
હિન્દુ ધર્મમાં દિવસની શરૂઆત બ્રહ્ન મુહૂર્તમાં થાય છે. સૂર્યોદય પહેલાનો સમય હોય છે. જે શાસ્ત્રો અનુસાર સવારે 3 કલાક 10 મિનિટથી લઇને 3 કલાક 15 મિનિટ સુધીનો સમય ખુબ જ શુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન મનમાં કોઇ સારા વિચારો કરીએ તો તે સત્યા થાય છે. આ સિવાય સવારે 3 કલાક 20 મિનિટથી 3 કલાક 40 મિનિટ સુધીનો સમય માનવામાં આવે છે જેમાં માં સરસ્વતી જીભ પર વાસ કરે છે. આ સમયે તમે જે પણ બોલો છો તે સીધુ જ બ્રહ્માંડમાં જાય છે અને પરિણામ સ્વરૂપ માતા સરસ્વતીના આશિષથી સત્ય થાય છે. આ સમય હંમેશા શુભ અને સકારાત્મક વાતો કરવી જોઇએ. 
  • Follow us on: