વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જે વ્યક્તિ પર ધન અને સમૃદ્ધિનો ગ્રહ શુક્ર ગ્રહ દયાળુ હોય છે, તે ક્યારેય સુખ-સુવિધાઓ અને વૈભવોની કમી અનુભવી શકતો નથી. જે લોકોનો શુક્ર બળવાન હોય છે તે લોકો ધનવાન અને રોમેન્ટિક હોય છે. શુક્ર નક્ષત્રમાં પરિવર્તન મેષથી મીન સુધીની રાશિ પર શુભ અને અશુભ અસર કરશે. શુક્ર એક રાશિમાં 26 દિવસ અને એક નક્ષત્રમાં 11 દિવસ રહે છે.
શુક્ર નક્ષત્રમાં ફેરફાર
દ્રિક પંચાંગ અનુસાર વર્ષ 2025માં 4 જાન્યુઆરી અને 17 જાન્યુઆરી પછી 1 ફેબ્રુઆરીએ શુક્ર પોતાનું નક્ષત્ર બદલશે. 1 ફેબ્રુઆરી, શનિવાર, સવારે 08:37 વાગ્યે, શનિ ઉત્તરાભાદ્રપદમાં પ્રવેશ કરશે, જે 28 નક્ષત્રોમાં 26મા સ્થાને છે. વૈભવ, ધન, અને કીર્તિનો ગ્રહ શુક્ર નક્ષત્રમાં પરિવર્તન સાથે 3 રાશિના લોકોનું જીવન બદલી નાખશે.
મેષ રાશિ
શુક્રનું નક્ષત્ર પરિવર્તન મેષ રાશિ માટે ફળદાયી રહેશે. સામાજિક કાર્યોમાં રસ વધશે. તમે તમારા શબ્દોથી લોકોને આકર્ષિત કરશો. તમને તમારા પ્રિયજનો તરફથી સહયોગ મળશે. જીવનસાથી સાથેના સંબંધો સુધરશે. બગડેલા સંબંધોને સુધારવાનો પ્રયાસ કરશો. બિનજરૂરી તણાવથી દૂર રહેશો. મન પ્રસન્ન રહેશે. સમાજમાં માન-સન્માન વધી શકે છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિ માટે શુક્રનું નક્ષત્ર પરિવર્તન લાભદાયક રહેશે. આવનાર સમય સાનુકૂળ રહેશે. આર્થિક પ્રગતિ થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. મોટા પ્રોજેક્ટમાં સફળતા મળશે. આવક વધારવાની તકો મળશે. મન પ્રસન્ન રહેશે. અટકેલા કામ પૂરા થશે. વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે શુક્ર નક્ષત્રમાં પરિવર્તન લાભદાયક રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. માનસિક અને શારીરિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. સંપત્તિમાં વૃદ્ધિ થશે. સ્વાસ્થ્ય પહેલા કરતા સારું રહેશે. મન પર નિયંત્રણ રાખવું મહત્વપૂર્ણ રહેશે, નહીં તો સમસ્યાઓ વધી શકે છે. કામ કરશો તો સમય સારો જશે. વેપારી ધનલાભ કરી શકે છે.