જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને ધન-વૈભવનો દાતા ગ્રહ માનવામાં આવે છે. શુક્ર દેવ જો ઇચ્છે તો જાતને ખુબજ વૈભવી સુખ અપાવે છે. શુક્રના નક્ષત્ર કે રાશિ પરિવર્તનની સાથે જ તમામ જાતકો પર અસર જોવા મળે છે. એવુ કોઇ ભાગ્યે જ હોય જેને ધન-સંપત્તિ કે સમૃદ્ધિની ઇચ્છા ન હોય વૈભવકારક ગ્રહની મહેરબાનીથી જ જાતક રાજા જેવુ સુખ ભોગવી શકે છે. શુક્ર આ વખતે મેષ રાશિમાં ગોચર કરી રહ્યો છે.


મેષને અગ્નિતત્ત્વનો કારક ગ્રહ માનવામાં આવે છે. જેમનો સ્વામી મંગળ છે. શુક્રના મેષ રાશિમાં ગોચરથી સ્વભાવ, વેપાર, નોકરીમાં ફાયદો થશે.

વૃષભ રાશિ

શુક્ર દેવને વૃષભ રાશિનો સ્વામી માનવામાં આવે છે. આ ગોચર વૃષભ રાશિમાં 12માં સ્થાને થઇ રહ્યુ છે. જે ખુબજ લાભકારી રહેશે. તમારા અધુરા સપના પૂર્ણ કરી શકશો. આત્મવિશ્વાસમાં વધારો થશે. જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ રહેશે. મનગમતી પ્રવૃત્તિઓમાં ભાગ લઇ શકો છો. અટવાયેલા નાણા પરત મળશે, સુખનું સરનામુ મળશે. ભાગ્યશાળી રહી શકો છો.

કર્ક રાશિ

આ રાશિવા જાતકો પર શુક્ર દેવની મહેરબાની રહે છે. આ રાશિને ભાગ્યનો સાથ મળે છે તેથી હંમેશા ખુબ ઓછી મહેનતે સફળ થાય છે. તેમને સરળતાથી કામ પાર પાડતા પણ આવડે છે. પોતાના કામને કેવી રીતે ખુબજ ચીવટથી કરવુ એ તમે આ જાતકો પાસેથી શીખી શકો છો. આ રાશિ સંબંધોની નાગચુડ બાંધે છે. સરળતાથી કોઇના દીલમાં વસી જાય છે. એક વખત જે કામ હાથમાં લે તે પુરૂ કરીને જ રહે છે.

મીન રાશિ

આ રાશિના જાતકો પર શુક્ર દેવ ખુબ સહાય રહે છે. આ જાતકોને મહેનત કરવી ખુબ ગમે છે. આ જાતકો ક્યારેય ખોટુ બોલતા નથી તેમજ તેમને ખોટુ બોલવુ પસંદ નથી. આ રાશિના જાતકો મહેનતથી આગળ વધે છે. શુક્ર દેવ વૈભવકારક હોવાથી મીન રાશિના જાતકો વૈભવી સુખ ભોગવે છે. 

  • Follow us on: