- 7 ઓગસ્ટ સુધી શુક્ર રહેશે વક્રી
- વૃષભ. સિંહ, કન્યા અને મકર રાશિને થશે લાભ
- શુક્ર ધન, સૌંદર્ય અને પ્રેમનો કારક ગ્રહ
જ્યોતિષમાં શુક્રને ધન-સમૃદ્ધિ, સૌંદર્ય, રોમાંસ, પ્રેમનો કારક માનવામાં આવે છે. જો કુંડળીમાં શુક્ર શુભ હોય તો જાતક રાજા જેવું જીવન જીવે છે. એટલું નહીં શુક્રની મહાદશો તો દુનિયાને અનેક સુખ આપે છે. આ સમયે શુક્ર કર્ક રાશિમાં છે અને 23 જુલાઈથી વક્રી થશે. શુક્ર 7 ઓગસ્ટ 2023 સુધી વક્રી રહેશે. શુક્રની ઉલ્ટી ચાલની અસર પણ 12 રાશિઓ પર રહેશે. આ સાથે 4 રાશિના લોકો માટે શુક્ર શુભ ફળ આપનારો રહેશે. આ લોકોને ખૂબ રૂપિયા, ઐશ્વર્ય, પ્રેમ અને સુખ મળશે. તો જાણો શુક્રની વક્રી ચાલ કેવી રીતે અને કોને માટે લાભદાયી રહેશે.
શુક્રની વક્રી ચાલ આપશે લાભ
વૃષભ રાશિ
જ્યોતિષના અનુસાર વૃષભ રાશિના જાતકો માટે શુક્રની વક્રી ચાલ લાભ આપનારી રહેશે. આ જાતકોને ઊંચું પદ અને સેલેરીમાં વધારો આપશે. તમને કરિયરમાં મોટી સફળતા અપાવશે. એ તમામ ચીજો મળશે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો. વેપાર ધંધામાં પણ ફાયદો થશે અને સંબંધોમાં રોમાંસ વધશે.
સિંહ રાશિ
વક્રી શુક્ર સિંહ રાશિના લોકોને માટે કરિયરમાં લાભ આપનારો રહેશે. તેનાથી સમસ્યાઓ ખતમ થશે અને સાથે વેતનમાં વધારો થઈ શકે છે. આવક વધવાથી રાહતનો અનુભવ થઈ શકે છે. સીનિયર્સનું સમર્થન મળશે અને કોઈ વધારાનું પદ મળતા આનંદ થશે. અવિવાહિત લોકોના લગ્ન નક્કી થઈ શકે છે.
કન્યા રાશિ
શુક્રની વક્રી ચાલ કન્યા રાશિના લોકોને ફાયદો આપશે. તમારી આવકમાં વધારો થઈ શકે છે, તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે અને સાથે પદ, રૂપિયા અને પ્રતિષ્ઠા મળવાના પણ પ્રબળ યોગ છે. તમે વિદેશયાત્રા પર જઈ શકો છો. કુલ મળીને તમને ફાયદો થશે.
મકર રાશિ
શુક્રનું વક્રી થવું મકર રાશિના લોકોને માટે શુભ ફળ આપશે. આર્થિક મુદ્દે લાભદાયી સમય શરૂ થશે. કરિયરમાં સારા પરિણામો મળશે. વ્યાપારી વર્ગને ફાયદો થઈ શકે છે. રોકાણ કરવાથી લાભ વધશે પણ સમજી વિચારીને નિર્ણય લેવો જરૂરી છે.