- 08 એપ્રિલે વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ
- હિન્દુ ધર્મમાં સૂર્ય ગ્રહણનું વિશેષ મહત્ત્વ
- જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહણ અશુભ
સોમવતી અમાસે વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ થવાનું છે. જો કે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહી જેથી કરીને સુતક માન્ય ગણાશે નહી. ગ્રહણનું ધાર્મિક દૃષ્ટીએ ખુબજ મહત્ત્વ રહેલુ છે. ગ્રહણ દરમિયાન રાહુની સૌથી વધુ અસર પૃથ્વી પર પડતી હોવાથી આ સમય થોડો ભારે ગણાય છે. આ સમય દરમિયાન જો સુતક માન્ય હોય તો મંદિરોના દ્વાર બંધ થાય છે. માત્ર મંત્રજાપ અને પાઠ કરવામાં આવે છે. માંગલિક કાર્ય થતા નથી, ભોજન બનાવાતુ નથી. આપણે આજે ગ્રહણના ખરાબ પરિણામોથી કેવી રીતે બચી શકાય તે અંગે જાણીએ.
સૂર્ય ગ્રહણનો સમયગાળો
ભારતીય સમય અનુસાર સૂર્ય ગ્રહણ 08 એપ્રિલે રાત્રે 9 કલાક 12 મિનિટથી શરૂ થશે અને મોડી રાત્રે 01 કલાક 20 મિનિટ સુધી ગ્રહણ ગ્રસિત રહેશે. આ ગ્રહણની અવધી 4 કલાક 25 મિનિટ રહેશે. જો કે ભારતમાં આ ગ્રહણ દેખાશે નહી. જો કે આમ છતા કેટલીક સાવધાની રાખવી જરૂરી છે.
ક્યા-ક્યા દેખાશે સૂર્યગ્રહણ
સૂર્ય ગ્રહણ ભારત અને પડોશી દેશ સહિત પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળમાં દેખાશે નહી. મુખ્ય રૂપથી કેનેડા, મેક્સિકો, અમેરિકા પ્રશાંત એટલાન્ટીત અને આર્કિટીકી મહાસાગરમાં દેખાશે.
ગ્રહણ દરમિયાન આ વસ્તુઓનું રાખો ખાસ ધ્યાન
સૂર્ય ગ્રહણ દરમિયાન ઘરની બહાર નિકળવુ અશુભ માનવામાં આવે છે. ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ખાસ સાવધ રહેવુ જોઇએ. સૂર્ય ગ્રહણને ક્યારેય નરી આંખે જોવુ ન જોઇએ તેનાથી આંખોને ખુબજ નુકસાન થાય છે. ગ્રહણ દરમિયાન સોય-દોરા સાથે જોડાયેલ કોઇ કામ ન કરવુ જોઇએ. ગ્રહણ દરમિયાન મંદિરમાં રાખેલી મૂર્તિઓનો સ્પર્શ કરવો જોઇએ નહી. પૂજા કરવી અશુભ માનવામાં આવે છે હા તમે મંત્રોચ્ચાર કરી શકો છો.