- પૂર્વા ફાલ્ગુની નક્ષત્રનો સ્વામી ગ્રહ શુક્ર દેવ હોવાથી 3 રાશિને ખુબ ફાયદો કરાવશે
- સિંહ રાશને નક્ષત્ર પરિવર્તનનો ખુબજ ફાયદો થશે
- મેષ રાશિ આ નક્ષત્ર પરિવર્તનની અસર જાતકો માટે ફળદાયી સાબીત થશે
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના ગોચરની તમામ રાશિ પર અસર થાય છે. જેના પ્રભાવથી માનવ જીવન પર અસર થાય છે. સૂર્ય દેવ પૃથ્વી પર દેખાતા દેવ કહેવાય છે કે કહેવાય છે કે કીડીને કણ અને હાથીને મણ મળી રહે તે માટે સૂર્યદેવ સતત આવતા રહે છે. સૂર્ય દેવ 30 સપ્ટેમ્બરે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કરશે. પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કરવાથી સૂર્ય દેવ કોના પર મહેરબાન થશે જાણીએ.
પૂર્વા ફાલ્ગુની નક્ષત્રનો સ્વામી ગ્રહ શુક્ર દેવ હોવાથી 3 રાશિને ખુબ ફાયદો કરાવશે. ધન-દૌલતમાં વધારો થશે આઓ જાણીએ આ નશીબદાર રાશિ કઇ છે ?
સિંહ રાશ
આ રાશિને નક્ષત્ર પરિવર્તનનો ખુબજ ફાયદો થશે. તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે. ધન પ્રાપ્તિની નવી દિશાઓ ખુલશે. વેપારમાં સફળતા પ્રાપ્ત થશે. ધંધામાં જો કોઇ સાથે ભાગીદારી કરવી હોય તો આ સમય તમારા માટે ફાયદાકારક રહેશે. તમને દરેક ક્ષેત્રે સફળતા મળશે. અટવાયેલા નાણા પરત મળશે.
મેષ રાશિ
આ નક્ષત્ર પરિવર્તનની અસર જાતકો માટે ફળદાયી સાબીત થશે. આ દરમિયાન આવકમાં વૃદ્ધિ થશે. નવા નવા રસ્તાઓ ખુલશે. નેકરી કરનારાઓને ફાયદો થશે. ઓફીસમાં નવી જવાબદારી મળશે. નાની નાની મુસાફરી કરી શકશો. સારો સમય વિતતો જશે.
તુલા રાશિ
સૂર્ય દેવના નક્ષત્ર પરિવર્તનથી લાભ મળશે. આકસ્મિક ધનલાભ થશે. વાણીનો પ્રભાવ વધશે. નવા રસ્તાઓ ખુલશે. અટવાયેલા કાર્ય ફટાફટ થવા લાગશે. મનોકામના પૂર્ણ થશે. આનંદ અને ખુશી મેળવી શકશો. તમારા કામની ભારે પ્રશંસા થશે. નજીકના ભવિષ્યમાં ફાયદો થશે. જ્યાં પણ રોકાણ કરશો ફાયદો જ ફાયદો થશે.