• ગ્રહણ સમયે ભોજન બનાવવું અને ખાવું અનિચ્છનિય
  • ગ્રહણ સમયે સૂવું નહીં અને વાદ-વિવાદમાં પડવું નહીં
  • ગ્રહણ સમયે પહેરેલા કપડા ધોયા વિના ફરી ન પહેરવા

સૂર્યને નવગ્રહોના રાજા અને સિંહ રાશિનો સ્વામી માનવામાં આવે છે. જ્યોતિષમાં સૂર્યના ગ્રહણની ઘટનાને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષનું આખરી સૂર્યગ્રહણ 14 ઓક્ટોબર એટલે કે શનિવારે યોજાશે. પંચાંગના અનુસાર આ ગ્રહણ રાતના 8.34 મિનિટથી શરૂ થશે અને રાતે 2.25 મિનિટ સુધી રહેશે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. ઉલ્લેખનીય છે કે આ પહેલા 20 એપ્રિલે સૂર્યગ્રહણ થયું હતું. પંચાંગના અનુસાર આવનારું સૂર્યગ્રહણ 2024ની 8 એપ્રિલે યોજાશે. ખાસ વાત તો એ કે 2024નું ગ્રહણ ભારતમાં દેખાશે નહીં.

સૂતકમાં શુભકામની મનાઈ

હિંદુ ધર્મમાં સૂર્યગ્રહણના સમયે સૂતક લાગે છે અને આ સમયે શુભ કામને ટાળવામાં આવે છે. હિંદુ માન્યતા અનુસાર ગ્રહણમાં લાગતા સૂતક 12 કલાક પહેલા શરૂ થશે. એટલે કે સૂતક સવારે 8.33 વાગે શરૂ થશે અને ગ્રહણ ખતમ થતા સમાપ્ત થશે. જ્યાં સૂર્યગ્રહણ દેખાશે ત્યાં સૂતકનો સમય માન્ય ગણાશે. હિંદુ ધર્મમાં સૂર્યગ્રહણના સમયે અનેક કાર્યોની મનાઈ છે. તો જાણો શું ન કરવું.

સૂર્યગ્રહણ સમયે ભૂલથી પણ ન કરશો આ કામ

  • ગ્રહણના સમયે સૂતક લાગે છે અને કોઈ પણ પવિત્ર કામ કરવાની કે કોઈ પવિત્ર વસ્તુઓને સ્પર્શ કરવાની મનાઈ છે. ગ્રહણ પહેલા મંદિર કે પૂજા ઘર બંધ કરી દેવા અને ભૂલથી પણ દેવી-દેવતાની પ્રતિમાને સ્પર્શ કરવો નહીં. સૂર્યગ્રહણના સમયે લાગતા સૂતકમાં શુભ અને માંગલિક કામની મનાઈ છે. આ સમયે કોઈ પણ સારું કામ ન કરવું.
  • સૂર્યગ્રહણના સમયે પૂજા પાઠની મનાઈ છે. આ કાળને દેવી દેવતાઓના જપ માટે શુભ માનવામાં આવે છે. સૂર્યગ્રહણના સમયે સૂર્યમંત્ર અથવા તો આરાધ્ય દેવી દેવતાના મંત્રનો શક્ય તેટલો વધારે જાપ કરવો.
  • હિંદુ માન્યતા અનુસાર સૂર્ય ગ્રહણને એક મોટો દોષ માનવામાં આવ્યો છે. એવામાં ભૂલથી પણ સૂર્યગ્રહણને નરી આંખે જોવું નહીં.
  • ગ્રહણના સમયે ગર્ભવતી મહિલાઓએ વિશેષ ધ્યાન રાખવું નહીં તો તેનાથી સંતાનના ભવિષ્યને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ વધી શકે છે. આ માટે ગર્ભવતી મહિલાઓએ ગ્રહણ જોવું નહીં અને આ સમયે રૂમની બહાર ખુલ્લામાં ન નીકળવું. જરૂરી હોય તો શરીરને ઢાંકીને પછી જ બહાર નીકળવું.
  • આ સિવાય ગ્રહણના સમયે ભોજન બનાવવું અને ખાવું બંનેની મનાઈ છે. જો કે આ સમયે તમે પાણી પી શકો છો. જ્યોતિષના અનુસાર ગ્રહણના સમયે બાકી બચેલું ખાવાનું હોય તે પણ ખાવું નહીં.
  • હિંદુ માન્યતા અનુસાર સૂર્યગ્રહણના સમયે પહેરેલા કપડાંને ધોયા વિના ફરી પહેરવા નહીં. માન્યતા છે તે સૂર્યગ્રહણના સમયે પહેરેલા કપડાંમાં નકારાત્મક ઉર્જાનો વાસ હોય છે. શક્ય હોય તો પહેરેલા કપડાંનું દાન કરી દેવું.
  • સૂર્યગ્રહણના સમયે ઘરમાં સૂવું નહીં અને સાથે વાદ-વિવાદ કરવા નહીં.  

  • Follow us on: