વર્ષનું છેલ્લું અને બીજું ચંદ્રગ્રહણ આજે થયું છે. હવે આ વર્ષે માત્ર એક જ ગ્રહણ બાકી છે, જે છે સૂર્યગ્રહણ. હિંદુ ધર્મમાં ગ્રહણનું વિશેષ મહત્વ છે, કારણ કે તેની અસર દેશ અને દુનિયામાં વ્યાપકપણે જોવા મળે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર સૂર્યગ્રહણ હંમેશા અમાસ તિથિ પર થાય છે. વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ સર્વ પિતૃ અમાસના દિવસે થઈ રહ્યું છે. ચાલો જાણીએ સૂર્યગ્રહણની ચોક્કસ તારીખ, સુતક કાળનો સમય અને તે ભારતમાં દેખાશે કે નહીં…
વર્ષનું બીજું સૂર્યગ્રહણ ક્યારે છે?
પંચાંગ અનુસાર વર્ષનું બીજું સૂર્યગ્રહણ ભાદરવા મહિનાની અમાસના દિવસે થઇ રહ્યું છે. આ વર્ષે બીજું સૂર્યગ્રહણ 2 ઓક્ટોબરે રાત્રે 9.13 વાગ્યે શરૂ થઈ રહ્યું છે, જે બપોરે 3.17 વાગ્યે સમાપ્ત થશે. આ ગ્રહણનો કુલ સમયગાળો લગભગ 6 કલાક 4 મિનિટનો રહેશે.
ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે કે નહીં
વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ રાત્રે થઈ રહ્યું છે. તેથી તે ભારતમાં દેખાશે નહીં. ભારત સિવાય આ સૂર્યગ્રહણ બ્રાઝિલ, આર્કટિક, કુક આઇલેન્ડ, ફિજી, આર્ક્ટિક, ચિલી, પેરુ, હોનોલુલુ, એન્ટાર્કટિકા, આર્જેન્ટિના, ઉરુગ્વે, બ્યુનોસ આયર્સ અને બેકા આઇલેન્ડ, મેક્સિકો, ન્યુઝીલેન્ડ વગેરે સ્થળોએ દેખાશે.
સૂર્યગ્રહણનો સુતક કાળ
જ્યારે ગ્રહણ શરૂ થાય છે, ત્યારે તેના થોડા કલાકો પહેલા સુતક કાળ શરૂ થાય છે, જે ગ્રહણના અંત સાથે સમાપ્ત થાય છે. જ્યાં ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો 9 કલાક પહેલા શરૂ થાય છે, ત્યાં સૂર્યગ્રહણનો સુતક સમયગાળો ગ્રહણના બરાબર 12 કલાક પહેલા શરૂ થાય છે. આ દૃષ્ટિકોણથી 2 ઓક્ટોબરે થનારા સૂર્યગ્રહણનો સૂતક સવારે 9.13 કલાકે શરૂ થશે. પરંતુ જો ભારતમાં સૂર્યગ્રહણ ન દેખાય તો સુતક કાળ માન્ય રહેશે નહીં.
વલયાકાર સૂર્યગ્રહણ હશે
2 ઓક્ટોબર, 2024ના રોજ થનારું ગ્રહણ વલયાકાર સૂર્યગ્રહણ હશે. જે ક્યારેય નરી આંખે ન જોવુ જોઈએ.
નોંધ- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, નિષ્ણાતની સલાહ લો.