વર્ષ 2025માં બે સૂર્ય ગ્રહણ થવાનું છે. જેમાંથી પહેલુ સૂર્ય થવાનુ છે ત્યારે શનિદેવ પણ ગોચર કરવાના છે. શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી અતિ દુર્લભ અને શુભ સંયોગનું નિર્માણ થવાનું છે. આમ તો સૂર્ય ગ્રહણ અને ગ્રહના ગોચરની અસર દરેક રાશિ પર થાય છે. કેટલાક માટે આ ગોચર સામાન્ય તો કેટલાક માટે શુભ સાબિત થાય છે. ત્યારે આવો જાણીએ 2025નું પહેલુ સૂર્ય ગ્રહણ કઇ રાશિ માટે શુભ અને ફાયદાકારક હશે આવો જાણીએ.
2025 માં પ્રથમ સૂર્યગ્રહણ ક્યારે થશે?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2025નું પહેલું સૂર્યગ્રહણ 29 માર્ચ 2025ના રોજ બપોરે 2:20 થી 6:13 સુધી થશે. જે આંશિક સૂર્યગ્રહણ હશે. વર્ષનું બીજું સૂર્યગ્રહણ 21 સપ્ટેમ્બર 2025ના રોજ થશે. તે પણ આંશિક સૂર્યગ્રહણ હશે. આ સમય દરમિયાન શનિ કુંભ રાશિમાંથી બહાર નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે.
આ રાશિને થશે લાભ જ લાભ
મિથુન રાશિ
- આ રાશિના જાતકો માટે સૂર્યગ્રહણ અને શનિનું મીન રાશિમાં સંક્રમણ ખૂબ જ શુભ સાબિત થવાનું છે.
- આ સમયગાળા દરમિયાન આ રાશિના જાતકોને અટવાયેલા પૈસાની સાથે વેપારમાં આર્થિક લાભ પણ મળી શકે છે.
- નોકરીમાં પ્રમોશન સાથે પગાર પણ વધી શકે છે.
- વિદ્યાર્થી સમુદાય માટે પણ આ યોગ લાભદાયી રહેશે. જેના કારણે પરીક્ષામાં સારા માર્ક્સ સાથે સફળતા મળવાના ચાન્સ રહેશે.
- આ સિવાય આ મિથુન રાશિવાળા બેરોજગાર લોકોને રોજગાર મળી શકે છે.
ધન રાશિ
- શનિ સંક્રમણ અને સૂર્યગ્રહણનો આ સંયોગ ધનુ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક અને શુભ સાબિત થશે.
- આ સમય દરમિયાન ધનુ રાશિના લોકો કોઈ નવું કામ શરૂ કરી શકે છે.
- વેપારને વિસ્તારવાની તકો મળશે.
- અટકેલા કામ પૂરા થશે. જેના કારણે સમાજમાં માન-સન્માન વધશે.
- વિદેશ પ્રવાસની તક મળશે.
- ગંભીર બીમારીઓથી રાહત મળી શકે છે.
મકર રાશિ
- સૂર્યગ્રહણ અને શનિ સંક્રમણનો સંયોગ મકર રાશિના લોકો માટે શુભ સંકેતો લઈને આવી રહ્યો છે.
- જેના કારણે આ રાશિના લોકોને કોર્ટ કેસમાં સફળતા મળી શકે છે.
- નોકરીમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે તાલમેલ વધશે.
- જેના કારણે પ્રમોશન મળવાની સાથે પગાર પણ વધી શકે છે.
- મકર રાશિના લોકોને જૂના રોકાણથી લાભ મળશે.
- પૈતૃક સંપત્તિ મળવાની સંભાવના છે.
- આ સિવાય વિવાહિત જીવનમાં ખુશીઓ વધશે.