સમગ્ર પૃથ્વીને જેના તેજથી રોશનીથી નવુ જીવન મળે છે તે ભગવાન આદિત્ય એટલે સૂર્યભગવાન જ્યારે પણ રાશિ પરિવર્તન કરે છે ત્યારે સમગ્ર દેશ દુનિયા પર અસર કરે છે. ગ્રહોના રાજા સૂર્ય અને દેવતાઓના ગુરૂની યુતિ થવાની છે બંને ગ્રહો ખુબ જ પાવરફૂલ છે. બંને સાથે મળે તેની શક્તિમાં વધારો થાય તે ખુબ સ્વાભાવીક છે. મિથુન રાશિમાં 15 જૂને સૂર્ય દેવ અને બૃહસ્પતિની યુતિ થશે.


મિથુન રાશિમાં પહેલેથી જ ગુરૂ ગ્રહ હાજર છે 

મિથુન રાશિમાં પહેલેથી જ ગુરૂ ગ્રહ હાજર છે 15 જૂને સૂર્ય દેવ મિથુન રાશિમાં ગોચર કરશે આમ આ બંને શક્તિશાળી ગ્રહની યુતિ રચાશે જે ખુબજ ફાયદાકારક છે. આ યુતિથી કેટલીક રાશિના સુતેલા ભાગ્ય જાગશે. મિથુન રાશિમાં ગુરૂ આદિત્ય રાજયોગ રચાવાનો છે. આ રાજયોગથી કેટલાક જાતકોની ધન-સંપત્તિમાં વધારો થશે. ચાલો જાણીએ આ નસીબદાર જાતકો કોણ છે જેમના પર સૂર્ય ગુરૂ ગ્રહની કૃપા રહેશે.

કુંભ રાશિ

ગુરૂ આદિત્ય રાજયોગથી કુંભ રાશિને સુખ પ્રાપ્ત થશે. ભાગ્યનો સાથ મળશે. અધુરી ઇચ્છાઓ પૂરી કરી શકશો. નોકરીયાત લોકોને પ્રમોશન મળશે. બોસ તમારા કામથી ખુશ થશે. તમારા અટવાયેલા કાર્ય પૂર્ણ થશે. જે પણ કાર્ય હાથમાં લેશો સડસડાટ પુર્ણ થશે. નવા રસ્તાઓ ખુલશે. તમારો આત્મવિશ્વાસ વધશે. જુના મિત્રો મળશે. ફરવા જશો કે મનગમતી પ્રવૃત્તિ કરી શકશો. સંતાન તરફથી સારા સમાચાર મળશે.

કન્યા રાશિ

ગુરૂ આદિત્ય રાજયોગથી કન્યા રાશિને બમ્પર લાભ થશે. વિચાર્યુ પણ નહી હોય તેવા કામ થશે. પરિવારમાં શાંતિ રહેશે. મનના સંકલ્પ સિદ્ધ થતા ખુશી રહેશે. મનગમતા વ્યક્તિ સાથે ગોઠડી કરી શકશો. તમારા કામની પ્રશંસા થશે. ભાગ્યનો સાથ મળતા અટવાયેલા ગુંચવાયેલા રહેતા હતા તેમાથી મુક્ત થઇ શકશો. ધંધામાં સારો લાભ થાય, રોકાણ કરશો તો ફાયદામા રહેશો.

સિંહ રાશિ

ગુરૂ આદિત્ય રાજયોગથી સિંહ રાશિને ફાયદો જ ફાયદો છે સૂર્ય દેવની રાશિ હોવાથી સૂરજ દેવની વિશેષ કૃપા રહેશે. આ જાતકોની મહેનતનુ ફળ દેખાવા લાગશે. સડસડાટ પ્રગત્તિના દ્વાર ખુલશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. જે કામ હાથમાં લેશો પૂર્ણ કરી શકશો. વેપારીઓને ફાયદો થશે.


  • Follow us on: