• જે લોકોની કુંડળીમાં બુધ, સૂર્ય અને શુક્ર એક સાથે હોય તેમણે લોખંડનો છલ્લો ન પહેરવો
  • જો કોઇ જાતકની કુંડળીમાં 12માં ભાવમાં બુધ અને રાહુ એક સાથે હોય તેમણે ન પહેરવો
  • બુધની સ્થિતિ મજબૂત હોય તેમણે લોખંડનો વેઢો પહેરવાથી લાભ થશે

જ્યોતિષશાસ્ત્રમાં શનિને ન્યાયના દેવતા ગ્રહ માનવામાં આવે છે. તે વ્યક્તિને તેના કાર્યો અનુસાર શુભ કે અશુભ ફળ આપે છે. તે ખરાબ કાર્યો કરનારા લોકોને સજા આપે છે. આ જ કારણસર કુંડળીમાં શનિની ઢૈય્યા, સાડાસાતી, દશા, મહાદશાની આડ અસરને ઓછી કરવા માટે વિવિધ પ્રકારના ઉપાયો અપનાવવામાં આવે છે. આમાંથી મોટાભાગના લોકો હાથમાં લોખંડની વીંટી પહેરે છે, જેને છલ્લા કહેવામાં આવે છે પરંતુ આવા ઘણા લોકો લોખંડની વીંટી પહેરવાના નિયમની અવગણના કરે છે, જેના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જાણો કયા લોકોએ લોખંડની વીંટી ન પહેરવી જોઈએ અને તેને પહેરવાની રીત શું છે.

ક્યાં લોકોએ લોખંડનો છલ્લો ન ધારણ કરવો

જે લોકોની કુંડળીમાં બુધ, સૂર્ય અને શુક્ર એક સાથે હોય તેમણે લોખંડનો છલ્લો ધારણ કરવાથી નુકસાન જ નુકસાન થાય છે. ગ્રહોની આવી સ્થિતિમાં ચાંદીની વીંટી ધારણ કરવી જોઇએ. જો કોઇ જાતકની કુંડળીમાં 12માં ભાવમાં બુધ અને રાહુ એક સાથે હોય કે અલગ-અલગ ભાવમાં નબળા સ્થાને હોય તો આંગળીમાં લોખંડનો છલ્લો ન પહેરવો જોઇએ. જો કુંડળીમાં રાહુ અને બુધની સ્થિતિ મજબૂત હોય તેમણે લોખંડનો વેઢો પહેરવાથી લાભ થશે. જે લોકોની કુંડળીમાં શનિ શુભ ફળ આપતો હોય તેવા લોકોએ પણ લોખંડની વીંટી પહેરવાનું ટાળવું જોઈએ. આવી સ્થિતિમાં લોખંડની વીંટી પહેરવાથી શનિની સ્થિતિ ખરાબ થઈ શકે છે.

લોખંડની વીંટી કેવી રીતે પહેરવી તે ફાયદાકારક રહેશે

લોખંડની વીંટી પહેરતા પહેલા પંડિતને કુંડળી બતાવો કે વીંટી પહેરવી શુભ રહેશે કે નહીં. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારના દિવસે સાંજે હંમેશા લોખંડની વીંટી પહેરવી જોઈએ, કારણ કે શનિવારને શનિદેવનો દિવસ માનવામાં આવે છે. શનિવાર સિવાય રોહિણી, પુષ્ય, અનુરાધા અને ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પણ લોખંડની વીંટી પહેરી શકાય છે.

લોખંડની વીંટી કેવી રીતે પહેરવી

લોખંડની વીંટી પહેરતા પહેલા શનિવારે સવારે ઉઠો, સ્નાન વગેરે કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. આ પછી શનિદેવને યાદ કરીને બીજ મંત્રનો જાપ કરો. આ પછી તેને જમણા હાથની વચ્ચેની આંગળીમાં ધારણ કરો, કારણ કે વચ્ચેની આંગળીને શનિની આંગળી કહેવામાં આવે છે.

  • Follow us on: