• બીજાનું શોષણ કરનારા અને લાલચી લોકોથી નારાજ રહે છે શનિદેવ
  • મહિલાઓ, વૃદ્ધો અને વિધવાનું અપમાન કરનારને નથી માફ કરતા શનિદેવ
  • કોઈ પણ પશુને પરેશાન કરનારા લોકોને શનિદેવ છોડતા નથી

જ્યોતિષમાં શનિદેવને ઘણા મહત્ત્વના માનવામાં આવે છે. શનિ સૌથી ધીમી ચાલ ચાલનારા ગ્રહ છે. તે અઢી વર્ષમાં રાશિ પરિવર્તન કરે છે. સાથે જ જાતકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે. આ કારણે કુંડળીમાં શનિની શુભ અને અશુભ સ્થિતિ અને વ્યક્તિના સારા અને ખરાબ કર્મોનો તેના જીવન પર પ્રભાવ પડે છે. જો કુંડળીમાં શનિ શુભ હશે તો રાજા જેવું જીવન મળશે અને શનિની અશુભ દૃષ્ટિ રાજાને પણ રંક બનાવવામાં વાર કરતી નથી. કુંડળીમાં શનિ નીચ હશે તો જાતક આર્થિક, શારીરિક, માનસિક કષ્ટ સહન કરે છે. જો કે શનિ કર્મોના અનુસાર ફળ આપે છે માટે સારા કામ કરનારા વ્યક્તિ શનિને અશુભ ફળથી રાહત આપે છે. તો સાથે ખરાબ કામ કરનારાને શનિદેવ છોડતા નથી. આ માટે શનિના પ્રકોપથી બચવું. તો જાણો કયા કામ કરવાનું ટાળવું યોગ્ય છે.

આ કામ કરવાથી નારાજ થાય છે શનિદેવ

જ્યોતિષમાં કહેવાયું છે કે કયા કામ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને કયા કામ કરવાથી શનિદેવ નારાજ થાય છે. સુખી જીવન માટે અને કષ્ટથી બચવા માટે જાણો કયા કામ કરવા અને કયા કામ ન કરવા.

  • શનિદેવને એવા લોકો નાપસંદ છે જે મહિલાઓનું અપમાન કરે. ખાસ કરીને અસહાય, વૃદ્ધ, વિધવા કે જરૂરિયાત મંદ મહિલાનું અપમાન કરનારાને શનિદેવ છોડતા નથી.
  • વૃદ્ધો, બાળકો, દિવ્યાંગ લોકો, મજૂરો, સફાઈ કર્મચારીનું અપમાન ન કરો. આ સિવાય તેમની મજાક પણ ઉડાડવી નહીં. આમ કરવાથી શનિદેવ તમને દંડ આપે છે.
  • કોઈનું શોષણ કરનારાને, દગો કરનારને, કોઈનું ધન લઈ લેનારને શનિદેવ કષ્ટ આપે જ છે. આ લોકો ભલે ખોટું કામ કરીને અમીર બને પણ તેમને ગરીબ બનવામાં જરાય વાર લાગતી નથી.
  • નશા કરનારને, ખોટી સંગત રાખનારાને, અનૈતિક કામ કરનારાને શનિદેવ કષ્ટ આપે છે. જો શનિના પ્રકોપથી બચવું છે તો આ કામ ક્યારેય ન કરો.
  • કૂતરા, પક્ષીઓ, અબોલ પશુને સતાવનારા લોકોને શનિદેવ ક્યારેય માફ કરતા નથી. આ લોકો જીવનમાં ક્યાંક ને ક્યાંક કષ્ટનો સામનો કરે છે. 

  • Follow us on: