- જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થશે
- કેટલાક મંત્રજાપ આપે અપાર શક્તિ
- મંત્ર જે આર્થિક સમસ્યાઓ, શારીરીક સમસ્યાઓ દૂર કરે
જીવનમાં સંકટ આવે ત્યારે જ આપણે ખરા દીલથી પ્રભુનું સ્મરણ કરતા હોઇએ છીએ. કેટલાક એવા મંત્ર છે જેનો જાપ કરવાથી જીવનના તમામ સંકટ દૂર થાય છે. ઇષ્ટદેવતાને યાદ કરીને સ્મરણની સાથે જપીલો આ મંત્ર દુર થશે તમામ સમસ્યા. કેટલાક એવા મંત્ર છે જેનો જાપ એકવાર કરવો પડે, જો તમને ઘણી બધી મુશ્કેલીઓમાંથી તરત જ બહાર આવી જાય છે. મંત્રોમાં ઘણા એવા મંત્ર છે જે આર્થિક સમસ્યાઓ, શારીરીક સમસ્યાઓ દૂર કરે છે.
મંત્ર જાપ પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
આ મંત્રો ખૂબ જ શક્તિશાળી છે, તેથી તેમના જાપ અથવા સ્મરણ દરમિયાન શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખો. જો તમે ઘરે બેઠા હોય ત્યારે તેમનો જાપ કરો છો, તો પછી તેને ઘરના મંદિરમાં કરો અને પગરખાં અને ચંપલને તે સ્થાનથી દૂર રાખો. સ્વચ્છ કપડાં પહેરો અને તમારા વિચારો પણ સાફ રાખો.
એક નિશ્ચિત સંખ્યામાં જાપ કરો પહેલાં દિવસ કરતાં બીજા દિવસના મંત્રો ઓછા ન હોવા જોઈએ. તેનાથી વધારે જાપ કરો. મંત્રનું ઉચ્ચારણ હોઠોથી બહાર ન આવવું જોઈએ. જાપ કરતાં હોય તે વખતે ધુપ અને દિવો હંમેશા ચાલુ રહેવા જોઈએ.
શક્તિદાયક મંત્ર
હનુમાનજી પણ રામના નામનો પાઠ કરતા રહે છે. આ મંત્રનો સતત જાપ કરવાથી માનસિક શાંતિ ફેલાય છે, ચિંતાઓથી છૂટકારો મળે છે અને મન શાંત રહે છે. રામના જાપને શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે તમામ પ્રકારના નકારાત્મક વિચારોને દૂર કરે છે અને હૃદયને શુદ્ધ બનાવે છે અને ભક્તિનો સંચાર કરે છે.
સંકટ મોચન મંત્ર
ૐ હનુમતે નમ.।
આ મંત્રનો જાપ કરો. આ મંત્રોચ્ચારથી હનુમાનજી તાત્કાલીક તમામ સંકટ દૂર કરશે.
મહામૃત્યુંજય મંત્ર
ખુબ જ ચમત્કારી મંત્ર છે અને આ મંત્રનો જાપ કરવાથી અકાલ મૃત્યુને રોકી શકાય છે. આ મંત્રને ખુબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે અને આ મંત્રનો જાપ કરવાથી ઘણા પ્રકારના લાભ મળે છે. શાસ્ત્રોમાં મહામૃત્યુંજય મંત્ર વિશે કહેતા લખ્યું છે કે આ મંત્રનો જાપ કરવાથી ઘણા પ્રકારની તકલીફોમાંથી મુક્તિ મેળવી શકાય છે.
ૐ ત્રયમ્બકં યજામહે ।
સુગન્ધિમ્ પુષ્ટિવર્ધનમ્ ।
ઉર્વારૂકમિવ બન્ધનામ્ ।
મૃત્યોર્મુક્ષીયમામૃતાત્ ।।
મહામૃત્યુંજય જાપ કરતા રાખો આટલી વાતનું ધ્યાન
મહામૃત્યુંજય જાપ કરવો તે ખુબ જ ફળદાયી છે. પરંતુ આ મંત્રના જાપમાં થોડીક સાવધાની રાખવી જરૂરી છે જેનાથી આનો સંપુર્ણ લાભ મળી શકે છે અને કોઈ પણ પ્રકારના અનિષ્ટની શક્યતા નથી રહેતી. જે કોઈ પણ મંત્રનો જાપ કરવાનો હોય તેનું ઉચ્ચારણ શુદ્ધતાની સાથે કરો.