• પર્વોની હારમાળા થશે શરૂ, શુભ અવસર પર કરીલો આ ઉપાય
  • ધનતેરસ, કાળીચૌદશ અને દિવાળીના દિવસો ખૂબ જ મહત્ત્વના
  • સૂર્યોદય સમયે, મધ્યાહન સમયે અને સૂર્યાસ્ત સમયે કરવા ઉપાય

જ્યોતિષશાસ્ત્ર અનુસાર પર્વોની હારમાળાના ધનતેરસ, કાળીચૌદશ અને દિવાળીના દિવસો ખૂબ જ મહત્ત્વના છે, આ દિવસે વિવિધ ઉપાયો પ્રયોજવાથી અનેક પ્રકારનાં કષ્ટો અને મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવી શકાય છે. આપણાં શાસ્ત્રો પ્રમાણે યોગ્ય માસ, દિવસ અને તિથિ અનુસાર કોઈ પણ વિધાન કરવામાં આવે તો તે દરેક મનુષ્યની મુશ્કેલી દૂર થાય છે.

દુઃખ દૂર કરીને જીવનને સુખમય બનાવવું છે?

દિવાળીમાં અમુક ઉપાયો અજમાવીને વર્તમાનનું દુ:ખ દૂર કરીને ભવિષ્યને સુખમય બનાવી શકાય છે. પવિત્ર આસો માસ એ ખૂબ જ મહત્ત્વનો માસ છે, કારણ કે એની પ્રત્યેક તિથિ જેમ કે, ધનતેરસ, કાળીચૌદશ અને દિવાળી આ ત્રણ દિવસોમાં મહાલક્ષ્મી, મહાકાળી અને મહાસરસ્વતીની ઉપાસના કરી આપણાં જીવનનાં દુ:ખો સમાપ્ત કરી શકાય છે.

ધનતેરસના ઉપાયો

વેપાર વૃદ્ધિ માટે

ધનતેરસના દિવસે આ મંત્રની ત્રણ કાળમાં એટલે કે સૂર્યોદય સમયે, મધ્યાહન સમયે અને સૂર્યાસ્ત સમયે સાત-સાત માળા કરવી. આ મંત્રના જાપથી વેપારમાં વૃદ્ધિ થશે.

ધનપ્રાપ્તિ માટે

ધનતેરસના દિવસે સવારે સૂર્યોદય સમયે નવાર્ણ યંત્ર પ્રસ્થાપિત કરવું. `શ્રીં' મંત્રના આખા દિવસ દરમિયાન સાત લાખ જાપ કરવા. આ યંત્રને ભોજપત્ર પર કંકુ, સિંદૂર, કેસરમિશ્રિત સ્યાહી અને દાડમની કલમથી બનાવી તેનું પૂજન કરવું. ધનતેરસના દિવસે રાત્રે લક્ષ્મી કવચના 1008 પાઠ કરવાથી ધન,ધાન્ય, પુત્ર-પુત્રાદિ નિશ્ચિત પ્રાપ્ત થાય છે.

મંત્ર

મહાધન્યા મહામાન્યા, માધવસ્યાત્મ મોહિની।

મુખરા પ્રાણહન્ત્રી ચ, લક્ષ્મી દેવી નમોસ્તુતે॥

ઋણમુક્તિ માટે

એક સફેદ કાગળ લઈને તેનો ચોરસ આકાર બનાવવો. તેમાં `શ્રી દૈવ્યે નમ:।' લખવું. ત્યારબાદ ઘઉંનો લોટ, હળદર, ગાયનું ઘી અને થોડું પાણી મિશ્ર કરી લોટ બાંધવો. તેના ચાર દીવા બનાવી કાગળ ઉપર ચોરસના ચારે ખૂણે મૂકી દીપ પ્રજ્વલિત કરવો અને `શ્રી દૈવ્યે નમ:।' મંત્રના 108 જાપ કરવા. પછી ઉપરોક્ત તમામ વસ્તુઓ વહેતા પાણીમાં પ્રવાહિત કરશો તો થોડા સમયમાં ધીરેધીરે ઋણમાંથી મુક્તિ મળશે.

કાળીચૌદશ

કાળીચૌદશના દિવસે રાત્રે આઠ વાગ્યા પછી આ મંત્રની 11 માળા કરવી. તેનાથી જીવનની તમામ મુશ્કેલીઓ અને કષ્ટ સમાપ્ત થશે.

મંત્ર : ૐ નમ: શાંત પ્રશાંતે ૐ હ્રીં હ્રીં સર્વ ક્રોધ પ્રશમની સ્વાહા॥

આત્મવિશ્વાસ વધારવા માટે

કાળીચૌદશના દિવસે નીચેના મંત્રનો પાંચસો વખત જાપ કરવો. ત્યારબાદ જ્યારે આત્મવિશ્વાસમાં ઊણપ જણાય ત્યારે મનોમન નીચેના મંત્રનો જાપ કરવો.

મંત્ર : ૐ ક્ષીં ક્ષીં ક્ષીં ક્ષીં ક્ષીં ફટ્ ॥

સ્ત્રી સૌભાગ્યવર્ધક મંત્ર

ૐ હ્રીં કપાલિનિ કુલ કુંડલિનિ મે સિદ્ધિ દેહીં ભાગ્યં દેહી સ્વાહા॥

વિધાન : કાળીચૌદશના દિવસથી ઉપરોક્ત મંત્રનો જાપ શરૂ કરવો. દરરોજ ત્રણ માળા કર્યા પછી હનુમાનજીને સિંદૂર અને સરસવનું તેલ ચઢાવવું. આમ કરવાથી સ્ત્રીનું સૌભાગ્ય વધે છે.

દિવાળી

દિવાળી એ પ્રકાશનો તહેવાર છે. વર્ષનો અંતિમ દિવસ છે. જેમાં અંધકાર દૂર કરી જીવનમાં પ્રકાશ ફેલાય તેવી આપણે કામના કરીએ છીએ. આ દિવસે અમુક ઉપાયો અજમાવીને વર્તમાનનું દુ:ખ દૂર કરીને ભવિષ્યને સુખમય બનાવી શકાય છે.

ગ્રહપીડા નિવારણ

જ્યારે કુંડળીમાં ગ્રહો ખરાબ હોય ત્યારે અનેક પ્રકારની મુશ્કેલીઓ આવી પડે છે. આ મુશ્કેલીઓ કે કષ્ટોનો અંત ન આવતો હોય તો દિવાળીના દિવસે દર્ભનું આસન બનાવીને તેના પર બેસી રુદ્રાક્ષની માળાથી `મમ કાર્ય સિદ્ધિ કુરુ કુરુ સ્વાહા।' મંત્રનો જાપ સંધ્યા સમયે કરવો.


  • Follow us on: