• સૂતી વખતે ઓશિકા નીચે કંઈક રાખે છે, પરંતુ આ યોગ્ય નથી
  • તમારા પૈસાને કે પર્સને તકીયાની નીચે રાખવું યોગ્ય નથી
  • આભૂષણ પણ પૈસા જેવી સુરક્ષિત જગ્યાએ રાખવી જોઈએ

ઊંઘ આપણા જીવનમાં ખુબ જરૂરી છે. સારી ઊંઘ માટે આપણે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે લોકો અજાણતા જ એવા કામ કરી નાખે છે જે જ્યોતિષની દૃષ્ટિએ યોગ્ય નથી. ઘણા લોકો સૂતી વખતે ઓશિકા નીચે કંઈક રાખે છે, પરંતુ આ યોગ્ય નથી. સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ તે આપણા માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

આપણે સૂતી વખતે માથા નીચે ઓશીકું મૂકીએ છીએ જેથી આપણે શાંતિથી સૂઈ શકીએ. પરંતુ જો આપણે તે ઓશીકા નીચે કંઈક રાખીને સૂઈએ તો આપણને બેચેની લાગે છે. આવો જાણીએ રાત્રે સૂતી વખતે ઓશીકાની નીચેથી કઈ વસ્તુઓને દૂર કરવી જોઈએ.

પર્સ

ઘણીવાર લોકો પોતાના પૈસા કે પર્સ તકિયા નીચે રાખે છે. માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. ઘણીવાર લોકો ઓશીકા નીચે પૈસા કે પર્સ રાખે છે, તેને શુભ માનવામાં આવતું નથી. ખરેખર પૈસા રાખવા માટે યોગ્ય જગ્યા હોવી જોઈએ. તમારા પૈસાને કે પર્સને તકીયાની નીચે રાખવું યોગ્ય નથી.

ચાવીઓ, કુંચીઓ

તકિયાની નીચે ચાવીઓ રાખવાથી તમને સુરક્ષાનો અહેસાસ થઈ શકે છે પરંતુ તે તમારા માટે શ્રેષ્ઠ ન હોઈ શકે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી પરિવારમાં આર્થિક સંકટ આવી શકે છે.

આભૂષણ

આભૂષણ પણ પૈસા જેવી સુરક્ષિત જગ્યાએ રાખવી જોઈએ અને બેડ પર કે ઓશીકાની નીચે નહીં. જ્વેલરીને ઓશીકા નીચે રાખવાથી જીવનમાં અશુભ અને અવરોધો આવી શકે છે. તેથી, જ્યારે તમે પથારીમાં જાઓ ત્યારે તમારા ઘરેણાંને અલમારી અથવા અન્ય કોઈ સુરક્ષિત જગ્યાએ રાખો. 

  • Follow us on: