ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ બનાવવા માટે કેટલાક ફૂલ છોડ વાવવામાં આવે છે. કેટલાક ચોડનું ધાર્મિક દૃષ્ટીકોણથી ખુબ જ શુભ માનવામાં આવે છે. એક છોડ અપરાજીતાનો છોડ છે જે ખુબજ શુભ માનવામાં આવે છે. આ છોડ ફક્ત સુંદર નથી સાથે ધાર્મિક અને વાસ્તુશાસ્ત્ર અનુસાર તેનુ વિશેષ મહત્ત્વ છે. આ ફૂલને ખુબ જ પવત્ર માનવામાં આવે છે. આ ફૂલમાં દેવી દુર્ગાનો વાસ થાય છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર આ છોડ લગાવવાથી અનેક ફાયદા થશે
શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે દેવી દેવતાઓને પ્રસન્ન કરવા અને ભગવાન વિષ્ણુ અને શનિદેવની પૂજા તેમજ માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા આ ફૂલનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ફૂલછોડ ઘરમાં સુખને ખેંચીને લાવે છે, આથી આ છોડને ખુબજ શુભ માનવામાં આવે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર આ છોડ લગાવવાથી અનેક ફાયદા થશે. આને યોગ્ય દિશામાં લગાવવામાં આવે તો માતા લક્ષ્મીજી જરૂરથી આ ઘરમાં વાસ કરે છે.
ક્યા દિવસે લગાવવો અપરાજીતાનો છોડ?
ઘરમાં અપરાજીતાનો છોડ લગાવવાના અનેક ફાયદા થાય છે. આનાથી જીવનમાં આવતી મુશ્કેલીઓ ઓછી થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર અપરાજીતાના છોડને ગુરૂવારે કે શુક્રવારે લગાવવાથી સૌથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. આનાથી ઘરમાં શાંતિ સુખ અને સમૃદ્ધિનુ આગમન થાય છે. આપરાજીતાનું ફૂલ દેવીમાને પ્રસન્ન કરી દે છે.
આ દિશામાં લગાવો અપરાજીતાનો છોડ
અપરાજીતાનો છોડ વાસ્તુના ઉત્તર-પૂર્વ દિશા એટલેકે ઇશાન ખૂણામાં લગાવવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિશા આધ્યાત્મિક ઉન્નતિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતિક છે. આ દિશામાં છોડ લગાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા ઓછી થાય છે. ઘરમાં શાંતિનુ વાતાવરણ થાય છે.