• વાસ્તુ શાસ્ત્ર ભૂમિ અને ભવન સંબંધિત શાસ્ત્ર છે
  • ઘરના મુખ્ય દ્વારની સામે કેટલીક ચીજો રાખવું અશુભ
  • જાણો કઈ ચીજોને દ્વાર વેધ કહેવામાં આવે છે

વાસ્તુ શાસ્ત્ર ભૂમિ અને ભવન સંબંધિત શાસ્ત્ર છે. તેમાં જમીનના દરેક ખૂણાથી લઈને ભવનના દરેક રૂમ અને તેની અંદરની શુભ અને અશુભ ચીજોનો ઉલ્લેખ છે. તેમાં ઘરના મુખ્ય દ્વારની આસપાસની ચીજો પણ સામેલ છે. જે અલગ અલગ ફળ આપનારી ગણાય છે. તો જાણો એ ચીજો વિશે જે ઘરના મુખ્ય દ્વારની સામે હોવી પરિવારને માટે અશુભ માનવામાં આવે છે.

મુખ્ય દ્વારની સામે અશુભ મનાય છે આ ચીજો

મળતી માહિતી અનુસાર વાસ્તુમાં મુખ્ય દ્વારની સામે કેટલીક ચીજોને રાખવાથી તમારું નુકસાન નક્કી છે. તેને દ્વાર વેધ કહેવામાં આવે છે. તેમાં પ્રમુખ દ્વાર વેધ આ રીતે છે.

  1. મુખ્ય ગેટની સામે છોડ રાખવાથી રોગ, બાળકોમાં દોષ અને ઐશ્વર્યનો નાશ થાય છે.
  2. પાણી વહેતું રહે તો ફાલતુ ખર્ચા વધવાની સાથે અનેક પ્રકારના અનર્થ થાય છે.
  3. મુખ્ય ગેટની સામે ગલી કે સડકનું હોવું એ રોગ અને શોકનું કારણ બને છે.
  4. કુવા હશે તો રોગ, ભય અને બંધનની શક્યતાઓ વધે છે. બાવડી હોવાથી અતિસારનો રોગ અને દરિદ્રતાનો ડર રહે છે.
  5. મંદિર હોવાથી ગ્રહ સ્વામીનો નાશ અને બાળકને દુઃખ થાય છે. મંદિરનું દ્વાર હોવાથી વિનાશ થાય છે.
  6. થાંભલો હશે તો સ્ત્રીઓમાં દોષ, ગૃહસ્વામીનું મૃત્યુ અને દુર્ભાગ્યની પ્રાપ્તિ થાય છે.
  7. ખીલા હોવાથી અગ્નિનો ભય રહે છે. અપવિત્ર વસ્તુ હોવાથી ઘરની માલકિન વંધ્યત્વ મેળવે છે.
  8. મુખ્ય દ્વારની સામે અન્ય ઘરનો દ્વાર હશે તો ધન ધાન્યનો વિનાશ થશે. ધ્વજા હશે તો દ્વવ્યનો નાશ અને રોગ થાય છે. દીવાલ હશે તો દરિદ્રતા આવશે.
  9. ખાડો હોવાથી કકળાટ, વિરોધ અને ધનની હાનિ થાય છે.
  10. સ્મશાન હોવાથી ભૂત-પ્રેતનો ભય વધે છે.
  11. ચબૂતરો હોવાથી મૃત્યુનો ભય સતાવે છે. કુંભારનું ચક્ર હોવાથી હ્રદયરોગ અને વિદેશમાં વાસ રહે છે.
  12. શિલા હોવાથી શત્રુતા અને પથરીના રોગની શંકા રહે છે.
  13. ભસ્મ હોવાથી બવાસીરનો રોગ થાય છે.
  14. દ્વાર સામે ભઠ્ઠી હશે તો પુત્રનો નાશ થાય છે.
  15. મુખ્ય દ્વારની સામે મકાનનું હોવું કે કોઈ ખૂણો હોવો એ દુર્ગતિ અને મૃત્યુનો ભય દર્શાવે છે. 

  • Follow us on: