• સ્નાન કર્યા પછી તુલસીના છોડને જળ ચઢાવવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય
  • તુલસીના છોડને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે
  • તુલસીના છોડ માટે આપવામાં આવેલા નિયમોનું કરવુ જોઇએ પાલન

સનાતન ધર્મમાં તુલસીના છોડને પૂજનીય માનવામાં આવે છે. એટલા માટે ઘરમાં તુલસીનો છોડ લગાવવામાં આવે છે અને સવારે તેની પૂજા કરવામાં આવે છે અને જળ ચઢાવવામાં આવે છે. સવારે સ્નાન કર્યા પછી તુલસીના છોડને જળ ચઢાવવાથી દેવી લક્ષ્મીની અપાર કૃપા પ્રાપ્ત થાય છે. તુલસીના છોડને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. પૈસા ઘરમાં ઝડપથી પ્રવેશે છે. સુખ-સમૃદ્ધિ વધે. પરંતુ ધાર્મિક ગ્રંથોમાં તુલસીની પૂજા અને જળ ચઢાવવા માટે કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવું જોઈએ નહીં તો દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે.

તુલસીના છોડ માટે આપવામાં આવેલા નિયમો અનુસાર મહિનામાં કેટલાક દિવસો એવા હોય છે જ્યારે તુલસીના છોડને પાણી ન આપવું જોઈએ.

અઠવાડિયામાં આ વારે તુલસીને જળ ચઢાવવું નહીં

ધાર્મિક શાસ્ત્રો અનુસાર રવિવારે ક્યારેય પણ તુલસીના છોડને પાણી ન ચઢાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે તુલસીજી રવિવારે ભગવાન વિષ્ણુ માટે નિર્જલા વ્રત રાખે છે. આવી સ્થિતિમાં રવિવારે તુલસીના છોડ પર પાણી ચઢાવવાથી તેમનું વ્રત તૂટી જાય છે. તેનાથી તુલસીજી અને માતા લક્ષ્મી નારાજ થાય છે. એટલા માટે રવિવારે વિષ્ણુ પ્રિયા તુલસીને ક્યારેય પણ જળ ચઢાવવું જોઈએ નહીં.

એકાદશી તિથિએ પણ તુલસીને જળ ચઢાવવું નહીં

હિંદુ પંચાંગ મુજબ, એકાદશી તિથિ દર મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષમાં આવે છે. આ રીતે, દરેક મહિનામાં 2 અને વર્ષમાં 24 એકાદશી તિથિઓ આવે છે. તમામ એકાદશી તિથિઓ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. તુલસીજી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય હોવાથી, તુલસી માતા તમામ એકાદશી તિથિએ ભગવાન શ્રી હરિ માટે નિર્જલા વ્રતનું પાલન કરે છે. એટલા માટે એકાદશીના દિવસે પણ તુલસીના છોડને પાણી ન ચઢાવવું જોઈએ. જો રવિવાર અને એકાદશીના દિવસે તુલસીના છોડને સતત જળ ચઢાવવામાં આવે તો તુલસીનો છોડ સુકાઈ જાય છે, સાથે જ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની નારાજગી તમારા પરિવારને ગરીબ બનાવે છે.

  • Follow us on: