- વૈદિક જ્યોતિષમાં શુક્રને શુભ ગ્રહ માનવામાં આવે છે
- શુક્ર દેવ 29 ડિસેમ્બર 2022ના મકર રાશિમાં પ્રવેશ કર્યો
- મકર રાશિ, મીન રાશિ, તુલા રાશિનો થશે ભાગ્યોદય
શુક્ર હાલમાં શનિદેવની રાશિ મકર રાશિમાં છે. શુક્રનું આ ગોચર અનેક રાશિઓના જાતકો પર સાનુકૂળ અસર કરી શકે છે. વૈદિક જ્યોતિષમાં શુક્રને શુભ ગ્રહ માનવામાં આવે છે. કુંડળીમાં શુક્રની શુભ અસરને કારણે એવું માનવામાં આવે છે કે સુખ-સુવિધાઓમાં વધારો થશે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર દેવ 29 ડિસેમ્બર 2022 બપોર બાદ 3 કલાક 45 મિનિટે મકર રાશિમાં પ્રવેશ કરી લીધો છે. જેનો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે. શુક્ર દેવ મકર રાશિમાં ગોચર કરશે આથી શુભ દિવસ શરૂ થશે.
મીન રાશિ
આ રાશિના જાતકો માટે શુક્રનું ગોચર ફળદાયી સાબિત થઈ શકે છે. તેમની મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. ગોચરના સમયે શુક્ર ગ્રહ રાશિના જાતકોની કુંડળીમાં અગિયારમા ભાવમાં બેઠો હશે. કરિયર માટે આ સમય સાનુકૂળ સાબિત થઈ શકે છે. કાર્યસ્થળ પર સમય તમારા પક્ષમાં રહી શકે છે. જેઓ પોતાનો ધંધો કરતા હોય તેમને લાભ મળી શકે છે.
મકર રાશિ
શુક્ર આ રાશિમાં સંક્રમણ કરશે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકો માટે આ સંક્રમણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કરિયરમાં પ્રગતિ થઈ શકે છે. વેપારમાં પણ પ્રગતિ થઈ શકે છે. ઘરનું વાતાવરણ પણ સારું રહી શકે છે અને તમને પરિવારના સભ્યોનો સહયોગ મળી શકે છે.
તુલા રાશિ
ગોચરના સમયે શુક્ર આ રાશિના જાતકોની કુંડળીમાં ચોથા ભાવમાં રહેશે. તુલા રાશિને તેમની કારકિર્દીમાં પ્રમોશન મળી શકે છે. કાર્યસ્થળ પર વાતાવરણ પણ તમારા પક્ષમાં હોઈ શકે છે.નોકરીની નવી તકો મળી શકે છે. તમને વ્યવસાયમાં ઘણા સકારાત્મક પરિણામો પણ મળી શકે છે અને તમે નફો પણ કરી શકો છો. અંગત જીવનમાં સમય સાનુકૂળ બની શકે છે અને તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે.