- વિક્રમ સંવત-2079ના લગ્નમુહૂર્ત
- નવેમ્બર - 25, 26, 27, 28, 29
- ડિસેમ્બર -2,4,8,9,14
કારતક શુક્લ એકાદશીને દેવોત્થાન એકાદશી અથવા પ્રબોધિની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગ નિંદ્રામાંથી જાગે છે. દેવઊઠી અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરુપનો વિવાહ તુલસી સાથે કરાવવામાં આવે છે. આ સાથે જ તમામ શુભ કાર્યોની શરૂઆત થઈ જાય છે, પરંતુ લગ્નના શુભ મુહૂર્ત હજુ શરૂ થયા નથી. તેનું કારણ શુક્રનું અસ્ત થવુ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે શુક્ર તુલસી વિવાહ પર અસ્ત હોવાથી વિવાહ મુહૂર્ત નથી. હવે તે 20 નવેમ્બરે ઉદય પામશે. આ પછી જ લગ્ન-વિવાહ શરૂ થશે.











