- સૂર્ય ભગવાન દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરશે
- સૂર્ય ભગવાનની રાશિ બદલવાની પ્રક્રિયાને સંક્રાંતિ કહેવામાં આવે
- વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. તેથી તેને વૃશ્ચિક સંક્રાંતિ કહેવાય
આ મહિનામાં 16 તારીખે વૃશ્ચિક સંક્રાંતિ આવી રહી છે. આ દિવસે દાન અને ઉપવાસ કરવાથી પુણ્ય ફળ મળે છે તેવું માનવામાં આવે છે. આ દિવસે પિતૃઓની પણ પૂજા કરવામાં આવે છે.
સંક્રાંતિ કોને કહેવાય?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય ભગવાન દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. સૂર્ય ભગવાનની રાશિ બદલવાની પ્રક્રિયાને સંક્રાંતિ કહેવામાં આવે છે. આવતીકાલે સૂર્ય ભગવાન પોતાની રાશિ બદલીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. તેથી તેને વૃશ્ચિક સંક્રાંતિ કહેવામાં આવે છે. આ દિવસે પિતૃઓને પ્રસાદ, દાન અને ગંગામાં સ્નાનનું ઘણું મહત્વ છે.
સંક્રાંતિનું મહત્વ
માન્યતા અનુસાર સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાનની પૂજા વિધિ-વિધાન પ્રમાણે કરવી જોઈએ. ગોળ અને તલ અર્પણ કરવા જોઈએ અને પ્રસાદ વહેંચવો જોઈએ. એકાદશી અને પૂર્ણિમાની જેમ સંક્રાંતિને પણ ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસોમાં વ્રત રાખવું પણ ખૂબ જ ફળદાયી છે. આ વ્રતમાં ભોજન માત્ર એક જ વાર લેવામાં આવે છે.ગંગામાં સ્નાન કર્યા બાદ દાન કરવાની પણ વિધિ છે. માન્યતા અનુસાર આ કરવાથી પુણ્ય ફળ મળે છે.
સંક્રાંતિ પર કરો આ ઉપાય
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરો અને સૂર્ય મંત્રોનો જાપ કરો અને સૂર્ય ચાલીસાનો પાઠ કરો. સંક્રાંતિ પર સૂર્ય ચાલીસાનો પાઠ કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.
સંક્રાંતિ પર શ્રાદ્ધ અને તર્પણનું મહત્વ
એવું માનવામાં આવે છે કે સંક્રાંતિ પર પિતૃઓને શ્રાદ્ધ અને તર્પણ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે. આ સાથે તેમના આશીર્વાદ પણ મળે છે. જરૂરિયાતમંદોને ભોજન આપવું જોઈએ અને ક્ષમતા અનુસાર દાન પણ કરવું જોઈએ.