રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.
વિક્રમ સંવત ૨૦૭૯. મહા વદ એકમ. સોમવાર, ગુરુપ્રતિપદા. સૂર્ય ધનિષ્ઠામાં. વ્રજમાં ફાગણ શરૂ.
મેષ રાશિ
પ્રતિકૂળ સંજોગોમાંથી બહાર આવી શકશો, મૂંઝવણ દૂર થાય, કૌટુંબિક કાર્ય અંગે પ્રગતિકારક.
વૃષભ રાશિ
કદરદાની કે પ્રશંસાની અપેક્ષા અધૂરી રહેતી જણાય, કાર્ય સફળતા આવી મળે, સુખદ પ્રસંગ.
મિથુન રાશિ
વિરોધીઓના કાર્ય હેઠા પડતા જણાય, સંઘર્ષ વધતો જણાય, કૌટુંબિક સંજોગો સુધરે.
કર્ક રાશિ
આવકવૃદ્ધિની તક આવી મળે, નસીબ સુધરતું જણાય, સ્વજનની મદદ મળે, પ્રવાસ ફળે.
સિંહ રાશિ
ઈચ્છાશક્તિના જોરે તમે ધ્યેય પ્રાપ્ત કરી શકશો, માનસિક તણાવ દૂર થાય, ગૃહમોરચે સમાધાન જરૂરી.
કન્યા રાશિ
સામાજિક સમસ્યાઓને ઉકેલવાનો માર્ગ મળે, તબિયત સાચવજો, આર્થિક ગૂંચવણ જણાય.
તુલા રાશિ
પરિસ્થિતિ પલટાતી જણાય,ઉત્સાહ અનુભવી શકશો, અગત્યના સમાચારથી આનંદ, પ્રવાસ.
વૃશ્ચિક રાશિ
શારીરિક સ્વાસ્થ્ય બગડે નહીં તે જોજો, ઘરના પ્રશ્નો ગૂંચવાતા લાગે, નાણાભીડ વર્તાય.
ધન રાશિ
સ્વજનો ઉપયોગી બનતા લાગે, પ્રવાસ મુલાકાતો ફળે, કાર્ય સફળતાની દિશા મળે.
મકર રાશિ
લાભદાયી કાર્યરચના અને સાનુકૂળ સંજોગો જણાય, ગૃહવિવાદ ટાળજો, ખર્ચ.
કુંભ રાશિ
માનસિક તણાવ બાદ રાહત અનુભવી શકશો, સામાજિક પ્રવૃત્તિથી આનંદ, પ્રવાસ મજાનો નિવડે.
મીન રાશિ
પ્રતિકૂળતા હશે તો તમે બહાર આવી શકશો, લાગણી દુભાતી અનુભવાય, નાણાભીડનો ઉકેલ આવે.









