રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ
વિક્રમ સંવત ૨૦૮૦. કારતક વદ પાંચમ, શનિવાર, ચંદ્ર સૂર્યનો ત્રિકોણ યોગ. વૈધૃતિ મહાપાત.
મેષ રાશિ
સાનુકૂળતાનો લાભ લઈ લેજો, મહત્ત્વની મુલાકાત સફળ થાય, વ્યવસાયિક સફળતા.
વૃષભ રાશિ
લાભની તક મળશે, વિઘ્નમાંથી માર્ગ કાઢી શકશો, મિત્ર-ભાગીદારીથી સાનુકૂળતા.
મિથુન રાશિ
મનની મુરાદ બર આવે, નાણાભીડનો ઉકેલ મળે, પ્રગતિકારક દિવસ.
કર્ક રાશિ
તમારા વિરોધી ફાવે નહીં, સાનુકૂળતા અને મજાનો દિવસ, ખર્ચ જણાય.
સિંહ રાશિ
નવી મુલાકાત સફળ થાય, નાણાકીય તંગીનો ઉપાય મળે, પ્રતિકૂળતામાંથી માર્ગ મળે.
કન્યા રાશિ
મનની ઈચ્છા ફળે, પ્રવાસમાં વિલંબ જણાય, ધીરજના ફળ મીઠા સમજવા.
તુલા રાશિ
મનદુઃખ દૂર થાય, પ્રવાસ ફળે, સામાજિક કાર્ય અંગે પ્રગતિકારક. ખર્ચનો પ્રસંગ.
વૃશ્ચિક રાશિ
અશાંતિના વાદળ વિખરાતા લાગે, સ્વજનથી ગેરસમજ દૂર થાય, સફળતાની તક મળે.
ધન રાશિ
આપની વ્યવસાયિક યા સામાજિક ચિંતા હશે તો તેનો ઉકેલ મળે, પ્રવાસ સફળતા, મુલાકાતથી લાભ.
મકર રાશિ
માનસિક અજંપો વર્તાય, નાણાભીડથી બચવા ખર્ચ પર કાબુ જરૂરી બને, મિલન-મુલાકાત.
કુંભ રાશિ
સામાજિક આર્થિક પ્રશ્નો અંગે સાનુકૂળતા સર્જાય, વિરોધીથી સાવધ રહેવું, સંતાનના કામ થાય.
મીન રાશિ
'મન ચંગા તો કથરોટમાં ગંગા' કહેવત સાર્થક થતી જણાય, વિવાદથી દૂર રહેજો.









