રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે


[[$googlead]]

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

વિક્રમ સંવત 2081 પોષ સુદ ત્રીજ. ગુરુવાર, મુ. રજ્જબ શરૂ. ચંદ્ર ગુરુનો ત્રિકોણયોગ.

[[$alsoread]]

મેષ રાશિ

તણાવ હળવું બને, નવા સંબંધોથી લાભ, પ્રવાસ ફળે, કાર્ય સફળતા મળે.

વૃષભ રાશિ

આવક સામે ખર્ચ વધુ જણાય, ધાર્યું કામ-ફળ-વિલંબમાં પડી શકે, સામાજિક કૌટુંબિક કામ થાય.

મિથુન રાશિ

પ્રગતિકારક સંજોગનો લાભ ઉઠાવી શકો, મૂંઝવણ દૂર થાય, સમાજ ચિંતા રહે.

કર્ક રાશિ

નોકરી-ધંધામાં આગળ વધી શકો, સાનુકૂળ તક મળે, સુખદ પ્રસંગ જણાય.

સિંહ રાશિ

મહેનતનું ફળ ધીમું મળતું જણાય, સમસ્યાને સૂલઝાવી શકશો. નાણાભીડ જણાય.

કન્યા રાશિ

આપના માર્ગ આડે વિઘ્ન હશે દૂર થાય, તબિયત સાચવવી, શત્રુભય જણાય, નોકરીમાં સાનુકૂળ તક.

તુલા રાશિ

મિત્રો, સગાં-સંબંધીની મદદ મેળવી શકે, પ્રવાસ ફળે, કાર્ય સફળતા, લાભની તક મળે.

વૃશ્ચિક રાશિ

આર્થિક સંકડામણ અનુભવાય, ગૃહવિવાદ ટાળજો, લાભ અટકતો લાગે, નેત્ર-દંત યા ઇ.એન.ટી. બીમારી.

ધન રાશિ

અશાંતિ-તણાવ યા કષ્ટ જણાય, અગત્યના કાર્યનો બોજ વધે, વિવાદથી દૂર રહેવું.

મકર રાશિ

અણધાર્યા- ખર્ચ- હાનિના પ્રસંગો, તબિયત સાચવવી, શત્રુથી સાવધ રહેવું.

કુંભ રાશિ

અગત્યના કાર્ય માટે સાનુકૂળતા, લાભ- સફળતા-મિલન- મુલાકાત ફળે.

મીન રાશિ

વધુ પરિશ્રમે કાર્ય સફળતા મળતી જણાય, પુરુષાર્થ વધારજો, સંપત્તિના પ્રશ્નો હલ કરી લેજો.


  • Follow us on: