રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે


[[$googlead]]

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

[[$alsoread]]

વિક્રમ સંવત,  ૨૦૮૦. કારતક વદ ચોથ.શુક્રવાર, ચંદ્ર શુક્રનો કેન્દ્રયોગ


મેષ 

અગત્યના પ્રશ્નોની ચિંતા દૂર થાય, તણાવ હળવું બને, નાણાભીડ દૂર કરવાનો હલ મળે.

વૃષભ

પ્રવાસ, મિલન-મુલાકાત અંગે સાનુકૂળતા, તબિયત સાચવી શકશો, નાણાભીડ.

મિથુન 

આપની લાંબા સમયથી ચાલતી કોઈ સમસ્યા કે રૂકાવટ હશે તો હવે હલ કરી શકશો.

કર્ક 

આપના પ્રયત્નો ફળદાયી બનતા જણાય, પ્રેમની આશ અધૂરી જણાય, સંતાનની સમસ્યા હલ થાય.

સિંહ 

પ્રતિકૂળતાના સંજોગો હશે તો દૂર થાય, નાણાભીડનો ઉપાય મળે, પ્રવાસ.

કન્યા

સામાજિક પ્રવૃત્તિ અને કામગીરી અંગે સાનુકૂળતા સ્વજનથી સહાય, ખર્ચ વધે.

તુલા

ધારણાઓ અને કલ્પનાઓ જેટલી મુશ્કેલી નહીં જણાય, તબિયત સાચવી શકશો.

વૃશ્ચિક

વધુ પડતા પરિશ્રામ અને વિચારોના કારણે તણાવ અનુભવતા હશો તો હવે સ્વસ્થતા સાંપડશે.

ધન

અનિર્ણિત મનોસ્થિતિમાંથી બહાર આવી યોગ્ય નિર્ણય અને અમલ થવાથી વિકાસની કેડી મળશે.

મકર

આપના વૈચારિક અને કાલ્પનિક દ્વંદ્વો શમતા જણાય, સહાય અને સમજણથી સફળતાની દિશા મળે.

કુંભ 

જાત મહેનત ઝિંદાબાદ' સૂત્રને અનુસરવાથી સમય અને શક્તિનો બચાવ થતો જણાય, વિવાદ સમે.

મીન

નિરાશાના ઘનઘોર આકાશમાં આશાની વીજ ઝબુકતી જણાય, આર્થિક સંજોગો સુધારવાની તક.


  • Follow us on: