વિક્રમ સંવત ૨૦૮૦. કારતક સુદ એકાદશી. ગુરુવાર, પંચક. દેવઉઠી અગિયારસ. પંઢરપુર યાત્રા.


[[$googlead]]

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

[[$alsoread]]

મેષ રાશિ

મનની મુરાદ મનમાં રહેતી લાગે, આરોગ્ય સાચવવું, સંતાનના કામમાં ઢીલ જણાય.

વૃષભ રાશિ

આપનું ધારેલું કાર્ય થાય, ભાગ્યદેવી રીઝતી જણાય, મહત્ત્વના કામમાં સફળતા જણાય.

મિથુન રાશિ

આપનું ધાર્યું થાય નહીં, લાભની તક ગુમાવવી પડે નહીં તે જોજો, પ્રવાસની તક.

કર્ક રાશિ

સ્વજન-મિત્રોની મદદ મળતી જણાય, આપના કામમાં સાનુકૂળતા, આરોગ્યની તકેદારી લેવી.

સિંહ રાશિ

ગૃહવિવાદથી સંભાળવું, ખર્ચ-વ્યયનો પ્રસંગ આવે, વ્યવસાયિક લાભ મળે.

કન્યા રાશિ

કૌટુંબિક શાંતિ જણાય, ધંધાકીય પ્રગતિના સંજોગો, અગત્યના સમાચાર મળે.

તુલા રાશિ

સંજોગોના રમકડાં ન બની જવાય તે માટે સજાગ રહેજો, ધ્યેયની નજીક આવતા જણાશો.

વૃશ્ચિક રાશિ

કાર્ય સફળતા માટે તમારે વધુ સમય રાહ જોવી પડે અને મહેનત તો ખરી જ, સ્નેહીથી સમાધાન.

ધન રાશિ

કૌટુંબિક સમસ્યાને સુલઝાવી શકશો, અગત્યના નિર્ણયોથી લાભ, મનની શાંતિ સર્જાય.

મકર રાશિ

અગત્યના પ્રશ્નો ઉકેલી શકશો, સ્વજન, મિત્ર ઉપયોગી બને, લાભની તક સર્જાય.

કુંભ રાશિ

માનસિક આવેગ પર કાબુ રાખજો, પ્રતિકૂળતા દૂર થતી લાગે, મિત્ર પ્રિયજનથી સંવાદિતા.

મીન રાશિ

મૂંઝવતા પ્રશ્નોને ઉકેલવાની તક મળે, કૌટુંબિક સમસ્યા ટાળજો, પ્રવાસ સફળ થાય.


  • Follow us on: