વિક્રમ સંવત ૨૦૭૯. નિજ શ્રાવણ સુદ એકાદશી. રવિવાર,પવિત્રા-પુત્રદા એકાદશી. આદિત્ય પૂજન.


[[$googlead]]

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

[[$alsoread]]

મેષ રાશિ

આપના મનની શાંતિ જણાય, અજંપો દૂર થાય, સાનુકૂળ સંજોગો આવતા લાગે, પ્રવાસની તક મળે.

વૃષભ રાશિ

આવક વધતી લાગે, ગૃહજીવન માર્ગમાં ગેર-સમજો નિવારવી પડે, પ્રવાસ મજાનો અને આનંદદાયી.

મિથુન રાશિ

આપના અગત્યના કામકાજ અંગે પ્રગતિની આશા, સ્નેહી સ્વજનનો સહકાર રહે, ખર્ચ વધે.

કર્ક રાશિ

લાભદાયી કાર્યરચનાના સંજોગ જણાય, સામાજિક કાર્ય થઈ શકે, આરોગ્ય ચિંતા દૂર થાય.

સિંહ રાશિ

આપના ઉતાવળા અને ગણતરી બહારના પગલા અટકાવજો, સામાજિક કાર્ય થાય,નાણાભીડનો ઉકેલ.

કન્યા રાશિ

આપની પ્રગતિનો માર્ગ ખૂલતો જણાય, મનની મુરાદ બર આવતી લાગે, મિત્રોથી લાભ.

તુલા રાશિ

આપના પ્રયત્નોને સાકાર તથા સફળ બનાવી શકશો, તબિયત સાચવજો, ખર્ચ ઘટાડજો, સંતાનના કામ થાય.

વૃશ્ચિક રાશિ

લાભદાયી તકોનો ઉપયોગ સમજી વિચારીને કરજો, ઉતાવળા ન થવું, પ્રવાસ ફળે, કલેશ ટાળજો.

ધન રાશિ

આપની સ્થિતિને સુધારવા ઈશ્વર અને મહેનત પર ભરોસો રાખજો, સ્નેહીથી મિલન, નાણાભીડ.

મકર રાશિ

વિઘ્ન અને મુશ્કેલીને પાર કરી શકશો. સમય વધુ જોઈશે, ખર્ચ પર અંકુશ રાખજો, ભાગીદાર મિત્રથી મતભેદ.

કુંભ રાશિ

અટવાયેલા કાર્યો અને ગૂંચવાયેલા પ્રશ્નોને હલ કરી શકશો, પ્રિયજનનો સહકાર-પ્રવાસ.

મીન રાશિ

સફળતા મેળવવા માટે તમારે વ્યવસ્થિત અને ગણતરી બાજ બનવાની જરૂર જણાશે. સંવાદિતા, લાભની તક.

  • Follow us on: