• બુધવારે ગાયને લીલું ઘાંસ ખવડાવો
  • ગણેશજીના મસ્તકમાં સિંદૂર લગાવવાથી થશે લાભ
  • ટચલી આંગળીમાં પન્નાનું રત્ન ધારણ કરો

બુધવારના દિવસે ભગવાન ગણેશજીની પૂજા કરવાનું માનવામાં આવે છે. ભગવાન ગણેશજીનું તમામ શુભકાર્ય અને પૂજનમાં વિશેષ મહત્ત્વ છે. માન્યતા છે કે ગણેશજીના વિના કોઈ શુભ કાર્ય સફળ થતું નથી. આ કારણે તેમની પૂજા સૌથી પહેલા કરાય છે. બુધવારે ગણપતિજીનું વ્રત રાખવાની સાથે પૂજા વિધિ વિધાન સાથે કરવી. આમ કરવાથી વ્યક્તિના કષ્ટ દૂર થશે અને તેની ઈચ્છાઓ પૂરી થશે. આ સિવાય આજના દિવસે કેટલાક ઉપાયો કરી લેવામાં આવે તો પણ નોકરી અને ધંધામાં સફળતા મળે છે. એટલું નહીં ધન દોલતમાં પણ વધારો થાય છે. તો જાણો શું કરવું.

કરો આ કામ

  • બુધવારના દિવસે ગણેશ મંદિર જઈને ગણેશજીને ગોળનો ભોગ લગાવો. આમ કરવાથી ગણપતિની સાથે માતા લક્ષ્મી પ્રસન્ન થશે. તેનાથી ઘરમાં કયારેય ધન ધાન્યની ખામી રહેશે નહીં.
  • આજના દિવસે ગણપતિની પૂજાના સમયે 21 દુર્વા ચઢાવો. આમ કરવાથી ગણેશજી પ્રસન્ન થાય છે.
  • બુધવારના દિવસે ગાયને લીલું ઘાંસ ખવડાવો. આમ કરવાથી આર્થિક ઉન્નતિની સાથે ભગવાનની કૃપા પણ મળશે. જીવનમાં આવનારી સમસ્યાથી પણ છૂટકારો મળશે.
  • બુધવારના દિવસે મા દુર્ગાની આરાધના કરો. આ સિવાય નિયમિત રીતે ઓમ એં હ્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચૈ મંત્રનો જાપ 108 વાર કરો. બુધ દોષથી મુક્તિ પણ મળશે.
  • આજના દિવસે ભગવાન ગણેશના મસ્તકમાં સિંદૂર લગાવો. તમે તેમના માથામાં સિંદૂર ચઢાવો. તેનાથી તમને કામમાં સફળતા મળશે.
  • બુધવારના દિવસે છેલ્લી એટલે કે ટચલી આંગળીમાં પન્ના ધારણ કરો. આમ કરવાથી કુંડળીમાં બુધની સ્થિતિ નબળી છે તો તે મજબૂત થશે.
  • બુધવારે ઓમ ગં ગણપતયે નમઃ, શ્રી ગણેશાય નમઃનો જાપ કરો. આમ કરવાથી જીવનમાં આવનારા સંકટ દૂર થશે.
  • જો તમારી કુંડળીમાં બુધ નબળો છે તો આજે કોઈ જરૂરિયાતમંદને લીલા રંગના વસ્ત્રો કે મગનું દાન કરો. તમને લાભ થશે.  

  • Follow us on: