આગામી સપ્તાહ તા. 01-02-25 થી 07-02-25 સુધી કેવુ રહેશે આપના માટે થશે લાભ કે થશે નુકસાન જાણી લો. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આગામી આખુ અઠવાડિયુ કેવુ રહેશે.
મેષ (અ.લ.ઈ.)
આપની સમસ્યાઓના નિરાકરણનો માર્ગ અને આધ્યાત્મિક ઉકેલ કારગત બનતા શાંતિ અનુભવાય. આર્થિક ગૂંચવણો અને પ્રશ્નોના ઉકેલ માટે ધીરજ જરૂરી, વ્યય અટકાવજો, સાહસો, મૂડીરોકાણમાં સાવધાની રાખવી. મહત્ત્વના કાર્યો, નોકરી અંગેની ચિંતાના હલ માટે અને ધંધાકીય પ્રગતિ માટે સંજોગો સુધરતા સાનુકૂળતા જણાય. ગૃહજીવનમાં સુખ સંવાદિતા માટે દંપત્તીએ સમજણ સમાધાનથી રહેવું, સગાં સ્નેહીથી મનદુઃખ દૂર થાય, તબિયત સુધરે, પ્રવાસ ફળદાયી.
વૃષભ (બ.વ.ઉ.)
ધીમે ધીમે મનની પરિસ્થિતિ સમતોલ અને વ્યવસ્થિત થતાં રાહત. આપના નાણાકીય કામકાજો લોન-વ્યાજ, ધિરાણ- લેણા અને અન્ય બાબતો અંગે વધુ પ્રયત્નો જરૂરી. આપના મકાન-સંપત્તિ-વાહન યા નોકરી વ્યવસાયની બાબતો માટે સમય કઠીન હશે તો સરળ બનતો જાય અને કોઈ શુભ તક મળે, દાંપત્યજીવનમાં વિચારભેદ રહે, વિખવાદ દલીલ ટાળજો, સગાં પ્રિયજનોથી સહકાર. આરોગ્ય ચિંતા દૂર થાય, પ્રવાસ મજાનો રહે.
મિથુન (ક.છ.ઘ.)
શાંતિ અને તણાવમુક્ત બનવા આપ યોગ-ધ્યાનને મહત્ત્વ આપજો, આવક વૃદ્ધિ માટેની કોઈ તક સર્જાય, કોઈ અણધારી મદદ, ઉઘરાણીથી રાહત મળે, મહત્ત્વના સરકારી- ખાનગી કચેરીના કામકાજોમાં પ્રગતિ જણાય, નોકરી અંગે ધીમું ફળ મળે, ધંધા-વ્યવસાય અંગે પણ ધીરજની કસોટી જણાય, કૌટુંબિક કામ પ્રસંગ અનેે વાતાવરણ અંગે ગ્રહ માગ સુધરશે, મનદુઃખ નિવારી શકો, આરોગ્ય ચિંતા દૂર થાય, પ્રવાસમાં વિલંબથી સફળતા.
કર્ક (ડ.હ.)
અંગત બાબતો અંગેની આપની ચિંતાનો કોઈ હલ મળતા રાહત જણાય, આવક જાવકના પલ્લાને સમતોલ રાખવામાં ધ્યાન આપો. સુવ્યવસ્થિત બનવું. ખર્ચ વ્યય હાનીથી સંભાળવું. મકાન-જમીન વાહન અથવા અન્ય કામગીરીઓને સફળ બનાવવા વધુ પુરુષાર્થ માગી લેશે, નોકરી વ્યવસાય અંગે હજુ વિલંબથી ફળ મળે, આપના કુટુંબના દાંપત્યજીવનના પ્રશ્નો અંગે ચિંતા દૂર થાય, આરોગ્ય સાચવવું, પ્રવાસમાં સાવધાન રહેવું.
સિંહ (મ.ટ.)
આપના મનનો બોજો અને તણાવ ઘટાડવા આધ્યાત્મિક યૌગિક માર્ગ ઉપયોગી. આવક-જાવકના પલ્લાઓને સમતોલ રાખવા મુશ્કેલ જણાય, ખર્ચ-વ્યય પર અંકુશ જરૂરી. આપના અગત્યના કામકાજોમાં વિલંબ જણાય, વિઘ્ન બાદ કાર્ય સફળતા મળે, નોકરી અંગે યા ધંધા વ્યવસાય બાબતની ચિંતા સમસ્યાને સુલઝાવવાની તક મળે, કૌટુંબિક- સામાજિક ગૃહજીવનની કોઈ ચિંતા વિવાદ કે મૂંઝવણનો ઉપાય દેખાય, તબિયતની કાળજી લેજો. પ્રવાસમાં પ્રસન્નતા.
કન્યા (પ.ઠ.ણ.)
અંગત અગમ્ય બેચેની અને અશાંતિનો અનુભવ થાય. નિરાશાને આશામાં પલટાવવા ભક્તિ પ્રાર્થના સહાયક. આર્થિક બાબતો ગૂંચવાય નહીં તે જોજો, આવક-જાવકના પલ્લાંને સમતોલ રાખજો, કોઈ ઉધારી- ચુકવી શકાય રાહત મળે, આપના સહકારી- ખાનગી કચેરીને લગતા કામ અને સંજોગો પ્રતિકૂળ લાગે, વધુ યત્નો જરૂરી,નોકરી અંગેની મૂંઝવણ અને ધંધા-વ્યવસાય વેપારની બાબતોનું ભારણ જણાય. કૌટુંબિક દાંપત્યજીવનમાં મનદુઃખ અને ગેરસમજનો પ્રસંગ સર્જાય, આરોગ્ય નરમ બને, પ્રવાસમાં આનંદ મંગલ.
તુલા (ર.ત.)
મહત્ત્વની બાબતો અંગે આપની ઉતાવળ એન્ક્સાઇટીથી ચિંતા અનુભવાશે સંયમ અને ધીરજ જરૂરી માનજો. આવક વધવાના માર્ગ ઊભાં કરી શકો, ખર્ચ-વ્યય કે નુકસાનથી બચવું જરૂરી છે. ઉઘરાણી પર ધ્યાન આપજો, નોકરિયાત વર્ગને સમય સુધરતા અને આગળ વધવાનો માર્ગ સૂચવશે. ધંધા-વ્યવસાયમાં લાભની તકો સર્જાય, મહત્ત્વની વ્યક્તિ ઉપયોગી નીવડે, કૌટુંબિક સમસ્યા હલ થઈ શકશે, સમાધાનકારી વલણ વધુ મદદરૂપ બને, આરોગ્ય જળવાશે, પ્રવાસ ફળે.
વૃશ્ચિક (ન.ય.)
સામા પવનનો સામનો કરતા હો તેમ લાગે, આજુબાજુનું વાતાવરણ તણાવ રખાવશે, આર્થિક બાબતો પણ હજુ જોઈએ તેટલી મજબૂત થતી નથી અને બચત વપરાતી લાગશે. નોકરી અંગે સમય સાનુકૂળ થતો લાગે, અગત્યની તક આવી મળે કે મેળવી શકો, બદલીના યોગ બને, ધંધા-વ્યવસાય- કામગીરીઓ ફળે, પ્રગતિકારક સંજોગો ઊભા થાય, જીવનસાથી સાથે સંવાદિતા મનમેળ રાખી શકશો, મિલન-મુલાકાત સફળ બને, આરોગ્ય નરમ-ગરમ રહે, પ્રવાસમાં વિલંબ જણાય.
ધન (ભ.ફ.ઢ.ધ.)
મનદુઃખી વ્યથિત જણાય ત્યારે ઈશ્વરભક્તિ શ્રોષ્ઠ સહાય સમજજો, આવક વધારવાના સરળ ઉપાય કે ટૂંકા રસ્તા નિરાશ કરે, માટે યોગ્ય આયોજન-મહેનત જરૂરી. વાહનની સમસ્યા હલ થાય, જમીન-મકાનના કામમાં વિલંબ નોકરીની કામગીરીમાં પ્રગતિ, ધંધાકીય કાર્ય રચના ફળદાયી. ગૃહજીવનના પ્રશ્નોનો હલ મળે, મિત્ર-સ્નેહી-સગાનો સહકાર મળે, આરોગ્ય મિશ્રા, પ્રવાસમાં અવરોધ બાદ સફળતા.
મકર (ખ.જ.)
મૂંઝવણો, ચિંતાઓના સંજોગો ધીમે ધીમે દૂર થવાથી રાહત મળે, આવક-જાવકના પલ્લાને સમતોલ રાખી શકશો, ઉધાર- લોન અંગેની ચિંતા હલ થાય, સંપત્તિ અંગેના કાર્યો અંગે હજી અવરોધ જણાય, વિલંબિત બને, નોકરિયાતને બોજો વધે, ધંધામાં ધાર્યું ફળ અટકે, દાંપત્યજીવનમાં સંવાદિતા સર્જી શકો, સ્વજનથી મનમેળ વધે આરોગ્ય સચવાય, પ્રવાસ સરળ બને.
કુંભ (ગ.શ.સ.)
નકારાત્મક વલણ અને શંકા, ભયમાંથી બહાર આવવાના પ્રયત્નો ફળે, આવક વધારવાની તક મેળવી શકો, ખોટા ખર્ચા આવે તેને અટકાવજો, ઉઘરાણી, ચૂકવણી અંગે સાનુકૂળતા, નોકરિયાતની સમસ્યાનો હલ મળે, ધંધા-વ્યવસાયમાં લાભદાયી સંજોગ, સંપત્તિ-વાહન અન્ય કાર્યોમાં પ્રગતિ, કૌટુંબિક કામકાજો થાય, આનંદ મંગળ થાય.
મીન (દ.ચ.ઝ.થ.)
સુખદ અને આશાવાદી પ્રસંગથી ઉત્સાહ, ઉમંગનો અનુભવ થાય, નાણાભીડ હળવી બને, તે માટે કોઈ નવો માર્ગ શોધવો પડશે. મિત્ર, વડીલ વર્ગની સલાહ ઉપયોગી, જમીન-વાહન-મકાન અંગેના કામકાજો માટે સમય સાર્થક બને, નોકરીમાં પ્રગતિ, ધંધાકીય લાભ વધે, જીવનસાથીનો સહકાર મેળવવા લાગણી, સમજણ ઉપયોગી બને, સગાં-સ્વજનથી મતભેદ ટાળજો, આરોગ્ય સચવાય, પ્રવાસ વિઘ્ન બાદ સફળ.










