- કનિષ્કા એટલે કે ટચલી આંગળી
- મધ્યમા વચ્ચેવાળી આંગળી શનીની કહેવાય
- અંગુઠો એટલે કે શુક્રનો પ્રભાવ
આપણે બધા જાણીએ છીએ કે હાથની રેખાઓમાં બધું છુપાયેલું છે. હસ્તરેખાશાસ્ત્રના કારણે આપણે આજે, આવતીકાલ અને આપણો ભૂતકાળ જાણી શકીએ છીએ. આ જ કારણ છે કે હસ્તરેખા શાસ્ત્ર હાથને જોઈને આપણા જીવનના ભૂતકાળની ઘટનાઓને સરળતાથી સમજી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે માત્ર રેખાઓ જ નહીં, આપણા હાથની આંગળીઓ પણ આપણા જીવન વિશે ઘણું બધું કહી જાય છે, તો ચાલો જાણીએ આંગળીઓ પરથી કેવી રીતે જાણી શકાય ભવિષ્ય?
કનિષ્કા એટલે કે ટચલી આંગળી. આ આંગળીને બુધની આંગળી પણ કહે છે. આ આંગળીની સારી-નરસી અવસ્થાથી વ્યક્તિની બુદ્ધિ અને કળા અંગે જાણવા મળે છે. જે લોકોની અનામિકા વચ્ચેની આંગળી કરતાં પણ લાંબી હોય છે તે વ્યક્તિ જોખમ ઉઠાવનારો હોય છે અને જો મધ્યમા આંગળીની લંબાઇ તર્જની જેટલી જ હોય તો આવા વ્યક્તિઓમાં માન-સમ્માન અને ધન કમાવવાની તીવ્ર ઇચ્છા હોય છે.













