• નોર્વેના રાજદૂત એરિક સોલ્હેમે વીડિયો શેર કર્યો
  • હિમાલયની ગોદમાં આવેલા ભોલેનાથના મંદિરનો એક વીડિયો શેર કર્યો
  • ઉત્તરાખંડમાં આવેલું આ મંદિર 5000 વર્ષ જૂનું માનવામાં આવે છે

સોશિયલ મીડિયા પર ભગવાન શિવનું એક મંદિર દરેકનું ધ્યાન ખેંચી રહ્યું છે. આ મંદિર સેંકડો વર્ષ જૂનું છે. તેનો વીડિયો નોર્વેના રાજદ્વારી દ્વારા શેર કરવામાં આવ્યો છે. વિડિયો શેર કરતી વખતે રાજદ્વારી એરિક સોલ્હેમે ભારતની સુંદરતા અને વિવિધતા દર્શાવી છે.

સોલહેમ અવારનવાર સોશિયલ મીડિયા પર ભારતના સુંદર સ્થળોના વીડિયો શેર કરે છે. હાલમાં જ તેણે હિમાલયની ગોદમાં આવેલા ભોલેનાથના મંદિરનો એક વીડિયો શેર કર્યો છે. તેના આ વીડિયોને 7 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. જ્યારે 50 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યું છે. વીડિયો 360 ડિગ્રી એરિયલ વ્યૂનો છે.

તેમણે વીડિયોના કેપ્શનમાં લખ્યું- અતુલ્ય ભારત, વિશ્વનું સૌથી ઊંચું મહાદેવ મંદિર. ઉત્તરાખંડમાં આવેલું આ મંદિર 5000 વર્ષ જૂનું માનવામાં આવે છે. વીડિયોમાં પર્વતોની વચ્ચે આવેલું શિવ મંદિર સંપૂર્ણપણે બરફની ચાદરથી ઢંકાયેલું જોઈ શકાય છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં ફિલ્મ 'કેદારનાથ'નું પ્રખ્યાત ગીત 'નમો નમો શંકરા...' પણ સંભળાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

લોકોએ આવી પ્રતિક્રિયાઓ આપી

યુઝર્સ વીડિયો પર અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. કોઈ તેને કેદારનાથ મંદિર કહે છે તો કોઈ તેને તુંગનાથ મહાદેવનું મંદિર કહે છે. એક યુઝરે લખ્યું- આ માત્ર તુંગનાથ મંદિર હશે. પંચ કેદારમાં ચોથો કેદાર. તુંગનાથ સૌથી વધુ ઉંચાઈ પર આવેલું છે. મંદિરનો રસ્તો ખૂબ જ જોવાલાયક છે. થોડે ઉપર ચંદ્રશિલા છે, જ્યાંથી હિમાલયના શિખરોનું સુંદર 270 ડિગ્રી દૃશ્ય દેખાય છે.

અન્ય યુઝરે કહ્યું- મંદિરનું આર્કિટેક્ચર શાનદાર છે. મંદિર હિમપ્રપાત અને ભૂકંપથી પણ બચી ગયું છે. અન્ય એક યુઝરે લખ્યું - આ મંદિર આદિ શંકરાચાર્યના સમયમાં 8મી સદીની આસપાસ બનાવવામાં આવ્યું હતું. જો કે, સરકારી સાઇટ અનુસાર, ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં 3,680 મીટરની ઉંચાઈ પર આવેલું તુંગનાથ વિશ્વનું સૌથી ઊંચું શિવ મંદિર છે અને તે લગભગ એક હજાર વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે.

  • Follow us on: