વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં કુલ 12 રાશિઓ છે અને તમામ અલગ-અલગ સ્વભાવ અને વ્યક્તિત્વ માટે જાણીતી છે. મેષથી મીન રાશિના લોકોમાં અલગ-અલગ લાક્ષણિકતાઓ હોય છે. 12 રાશિમાં કેટલીક એવી રાશિ છે જે સૌ કોઇ પર રાજ કરવા માગે છે. તેઓને પોતાની રીતે કામ કરાવવાનું પસંદ હોય છે, તેથી જ આ રાશિઓને વર્ચસ્વવાળી રાશિ પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત, આને સૌથી શક્તિશાળી રાશિ કહેવામાં આવે છે, ચાલો જાણીએ કે તે 3 રાશિ કઈ છે?
વૃષભ રાશિ
વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર વૃષભ રાશિના જાતકો ખુબજ ઉર્જાવાળા હોય છે તેમને ફટાફટ કામ કરવુ ખુબ જ પસંદ છે. તેઓ ઇમાનદારીથી તેમનુ કામ કરવામાં પાવરધા હોય છે. તેમને કોઇ વાતોથી ફોસલાવી શકતા નથી. તેમનો વિશ્વાસ જીતવો થોડો મુશ્કેલ છે કેમકે તેઓ સરળતાથી કોઇ પર વિશ્વાસ મુકતા નથી. આ રાશિના જાતકો પોતાની રીતે કામ કરવામાં માને છે.
સિંહ રાશિ
આ રાશિના લોકો ખુબજ પ્રેક્ટિકલ હોય છે. તેઓ કોઇ પણની વાતોમાં આવીને વિશ્વાસ મુકી દે છે. ખુબ જ જીદ્દી હોવાથી અનેક વખત મુશ્કેલીમાં ફસાય છે. તેમને પોતાના કામમાં કોઇ માથુ મારે તે સહેજ પણ ગમતુ નથી તેઓ કામથી કામ રાખે છે પણ જો કોઇ ભૂલથી પણ તેમના કામમાં માથુ મારે તો છોડતા નથી.તેઓ કામને લઇને વધારે પડતા ગંભીર હોય છે આથી આ બાબતમાં ચલાવી લેતા નથી.
વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકો ખુલ્લા મનથી વાત કરે છે સામે એવી અપેક્ષા રાખે છે કે તેમની આસપાસ રહેલા લોકો પણ તેમની વાત માને તેઓ ઇમાનદારીથી કામ કરે છે જો કે તેમનો સ્વભાવ ખુબ જ ગુસ્સાવાળો હોય છે. તેઓ સરળતાથી ગુસ્સા પર કાબૂ મેળવી શકતા નથી. તેઓ પોતાની રીતે કામ કરવામાં પાવરધા હોય છે અને કામમા કોઇ માથુ મારેતો તેમને પસંદ નથી. કામની બાબતમાં તેઓ સહેજ પણ ચલાવી લેવામાં માનતા નથી.