At that time the Suez Canal was closed for 8 years!
1.6M
1M
1.7M
APPS

એ સમયે સુએઝની નહેર 8 વર્ષ માટે બંધ થઈ ગઈ! 

 | 10:00 am IST
  • Share

ઓફબીટ : જિજ્ઞાસા પટેલ

૨૩ માર્ચે સુએઝ નહેરમાં એવરગ્રીન ટેન્કર ફ્સાયું એ સાથે જ વિશ્વ વ્યાપાર ઉપર કટોકટી દલાઇ ગઇ હોય એવો માહોલ ઊભો થઇ ગયો. અઠવાડિયામાં તો દુનિયા રઘવાઇ થઇ ગઇ, ત્યારે સુએઝ વર્ષો સુધી બંધ રહે એવી તો કલ્પના પણ થઇ ન શકે, પરંતુ સુએઝ નહેર અઠવાડિયું નહીં પણ ૮ વર્ષ સુધી બંધ રહી હતી !

સુએઝ નહેર જળ પરિવહનનો એક મુખ્ય માર્ગ છે. વિશ્વમાં થતા વ્યાપારનો ૧૦ ટકા વ્યાપાર એ નહેર મારફ્તે જ થાય છે. દરરોજ ૧૮૫૦૦ જહાજ તેમાંથી પસાર થાય છે. સુએઝ નહેરમાંથી દરરોજ ૯.૫ અબજ ડોલરના માલસામાનનું પરિવહન થાય છે. ભૂમધ્ય સમુદ્રને રાતા સમુદ્ર સાથે જોડતી આ નહેરથી જહાજો ૮૯૦૦ કિલોમીટરના ચકરાવામાંથી બચી જાય છે. મતલબ કે જહાજોનો ૧૦ દિવસનો પ્રવાસ ટૂંકો થઇ જાય છે. ૧૭ નવેમ્બર,૧૮૬૯ના દિવસે આ નહેર સત્તાવાર રીતે ખુલ્લી મુકાઈ હતી.

એ બાદ નહેર માર્ગે સારો વ્યાપાર ચાલી રહ્યો હતો, પરંતુ અરબ રાજકારણ એ પછી ચિત્રમાં આવ્યું હતું. ખાસ કરીને ઇઝરાયલ વર્ષોથી અરબ દેશોની આંખમાં કણાની માફ્ક ખૂંચતું રહે છે. ૧૯૬૭માં સ્થિતિ વધુ ગંભીર બની હતી. ઇજિપ્ત, સીરિયા અને જોર્ડનને ઇઝરાયલ સાથે સંઘર્ષ વધુ તેજ થયો હતો. એક તરફ ઇઝરાયલ અને બીજી તરફ આ ત્રણ દેશો વચ્ચે એવો ગોળીબાર શરૂ થયો કે સુએઝ નહેરમાંથી એ વખતે પસાર થતાં ૧૫ જહાજ ફ્સાઈ ગયાં હતાં.

એ સંઘર્ષ વધુ ઘેરો બનતા ઇજિપ્તના રાષ્ટ્રપતિ નાસરે મે ૧૯૬૭માં ઇઝરાયલની સરહદે સૈનિકોની તહેનાતી વધારી. ઇજિપ્ત તો જંગ થાય તો ઇઝરાયલનું અસ્તિત્વ જ નાબૂદ કરી દેવાના મૂડમાં હતું, તો સીરિયાએ પણ ધમકી આપવા માંડી હતી. અસ્તિત્વ ટકાવી રાખવાની કુનેહ અને જુસ્સો ઇઝરાયલ પાસેથી શીખવો પડે એમ છે. ચારે બાજુ દુશ્મનોથી ઘેરાયેલા ટચૂકડા ઇઝરાયલે પહેલો ઘા રાણાનોને નાતે ૫ જૂન,૧૯૬૭ના દિવસે ઇઝરાયલે બધાને ચોંકાવી દઇને ઇજિપ્ત પર બોમ્બમારો કરી દઇને યુદ્ધ છેડી દીધું હતું. એ જ હુમલામાં ઇઝરાયલે ઇજિપ્તની વાયુસેનાની ૯૦ ટકા શક્તિનો ખાત્મો બોલાવી દીધો હતો. એક તરફ યુદ્ધ શરૂ થઇ ગયું હતું, તો બીજી તરફ સુએઝની નહેરમાં બલ્ગેરિયા, ચેકોસ્લોવાકિયા, ફ્રાન્સ, પોલેન્ડ, સ્વીડન, પશ્ચિમ જર્મની ( એ સમયે જર્મની પૂર્વ અને પશ્ચિમ એમ બે દેશોમાં વહેંચાયેલું હતું ) બ્રિટન અને અમેરિકાનાં ૧૫ જહાજ પસાર થઈ રહ્યાં હતાં.

યુદ્ધ શરૂ થયાના બીજા જ દિવસે ઇજિપ્તે સુએઝ નહેરના છેડા પર જહાજો ડુબાડવાં માંડયાં. એ માટે વિસ્ફેટકોનો ઉપયોગ કર્યો, તેને કારણે નહેર બંધ થઇ જાય અને ઇઝરાયલ યુદ્ધમાં નહેરનો ઉપયોગ કરી ન શકે. છ દિવસ ચાલેલું એ યુદ્ધ સિક્સ ડે વોર તરીકે જાણીતું છે. બળિયા અને મોટા અરબ દેશો હોવા છતાં ઇઝરાયલની સામે પરાજિત થયા અને એ સાથે જ યુદ્ધ ખત્મ થયું, પરંતુ સુએઝ નહેરનો વ્યવહાર ખૂલ્યો ન હતો !

ઇજિપ્તે નહેર બંધ જ રાખી. યુદ્ધ શરૂ થયું એ વખતે તેમાં ૧૫ જહાજ પરિવહન કરી રહ્યાં હતાં, તેમાંથી એકનો ખુરદો બોલી ગયો હતો. બાકી રહ્યાં ૧૪ જહાજ પર સિનાઇના રણમાંથી પીળી ધૂળ જામવા માંડી હતી અને તેથી એ જહાજને યલો ફ્લિટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ઇજિપ્તે ભલે વ્યૂહાત્મક રીતે નહેર બંધ કરી દીધી હતી, પરંતુ તેનાથી સૌથી વધુ નુકસાન તો ઇજિપ્તને જ ભોગવવાનું આવ્યું હતું. જે જહાજો સુએઝમાંથી પસાર થતાં હતાં, તે જહાજોએ ઇજિપ્તને ફી ચૂકવવી પડતી હતી અને એ ફી તેના જીડીપીનો ૪ ટકા આવક રળી આપતી હતી. એ આવક બંધ થઇ ગઇ હતી, તો બીજી તરફ યુરોપિયન કંપનીઓએ તેમનાં જહાજ આફ્રિકાના દક્ષિણ કિનારેથી લઇ જવાં પડતાં હતાં, તેને કારણે ટ્રાન્સપોર્ટ ખર્ચ વધી જતો હતો. એ ખર્ચ ઘટાડવા માટે જહાજ કંપનીઓ નાનાં નાનાં જહાજોને બદલે મોટાં જહાજોનો ઉપયોગ કરવા માંડી હતી.

જોકે ઇજિપ્ત પશ્ચિમી જગતના દેશોનું ઇઝરાયલી તરફ વલણ બદલાય એ માટે નહેરને બંધ રાખવાની જીદ પકડીને બેઠું હતું. વિશ્વ પરેશાન હતું, પણ એ કટોકટી પણ બીજા એક નાના યુદ્ધથી જ ઉકેલાઇ. ૧૯૭૩માં ઇજિપ્ત અને સીરિયાએ ઇઝરાયલ ઉપર વધુ એક હુમલો કર્યો.

યોમ કિપ્પુરની લડાઇ તરીકે જાણીતા એ યુદ્ધે આખરે તમામ દેશોને મંત્રણાના ટેબલ પર લાવવાનું કામ કર્યું અને એ લડાઇના સમાધાન રૂપે નહેર ખોલવાનું નક્કી કરવું પડયું. ૬ દિવસના યુદ્ધને પગલે ૮ વર્ષ સુધી નહેર બંધ રહ્યા બાદ નાસેરના ઉત્તરાધિકારી બનેલા અનવર અલ સાદાતે નહેર બંધ કરવાનો નિર્ણય પલટાવ્યો, પરંતુ એટલામાત્રથી નહેર ફ્રી પરિવહન માટે શરૂ થાય એમ ન હતી. ડુબાડી દેવાયેલાં જહાજોનો કાટમાળ અને વિસ્ફેટક દૂર કરવામાં એક વર્ષ નીકળી ગયું, પણ એ બાદ નહેર તો શરૂ થઇ, પણ જહાજ કંપનીઓ માટે એ કમનસીબ દિવસ બની રહ્યો. ૧૪ જહાજમાંથી ફ્ક્ત બે જ જહાજ ફ્રી કામમાં આવી શકે એવાં હતાં અને તેથી બાકીનાં જહાજને બહાર ખેંચીને નષ્ટ કરી દેવાયાં. એ બાદ ફ્રીથી નહેર શરૂ થઇ અને એ માર્ચમાં અઠવાડિયા માટે બંધ થઇ, જે ફ્રી શરૂ થઇ છે. એ કોરોનાની સાથેસાથે અઠવાડિયાના એ ટ્રાફ્કિ જામે વિશ્વ વ્યાપારને ફ્રી અધ્ધર શ્વાસે કરી નાંખ્યું હતું, એ જ સુએઝ નહેરનું મહત્ત્વ આજે પણ એટલું જ હોવાનું પુરવાર કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન