Attempts were made to make India Pakistan from 1930 says Bhagwat
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • 1930થી ભારતને પાકિસ્તાન બનાવી દેવાના પ્રયાસો કરાયા હતા: ભાગવત

1930થી ભારતને પાકિસ્તાન બનાવી દેવાના પ્રયાસો કરાયા હતા: ભાગવત

 | 7:15 am IST
  • Share

આસામની બે દિવસની મુલાકાતે પહોંચેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે બુધવારે જણાવ્યું હતું કે, સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી)ને હિંદુ – મુસ્લિમ વિભાજન સાથે કોઇ લેવાદેવા નથી. આ બંને મુદ્દા પર કોમવાદનું ઝેર ફેલાવીને કેટલાક લોકો દ્વારા રાજકીય લાભ લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. સીએએ અને એનઆરસીના કારણે ભારતના કોઇ મુસ્લિમને નુકસાન થવાનું નથી.

ગુવાહાટી ખાતે આસામમાં સીએએ અને એનઆરસીની અસરો અને ઔઇતિહાસની રાજનીતિ પરના એક પુસ્તકનું વિમોચન કરતાં ભાગવતે જણાવ્યું હતું કે, દેશની આઝાદી પછી પહેલીવાર દેશના વડા પ્રધાને જણાવ્યું છે કે લઘુમતી સમુદાયોની કાળજી લેવાશે અને તેમ કરવામાં આવી રહ્યું છે. અમે લઘુમતી સમુદાયોની કાળજી લેવાનું જારી રાખીશું. સીએએના કારણે કોઇ મુસ્લિમને કોઇ પ્રકારનું નુકસાન થવાનું નથી.

ભાગવતે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા તૈયાર કરાયેલો સિટિઝનશિપ એક્ટ પાડોશી દેશોમાં સતાવણીનો સામનો કરી રહેલા લઘુમતી સમુદાયોને સંરક્ષણ આપવા ઘડાયો છે. અમે હોનારતો દરમિયાન આ સમુદાયોની મદદ કરીએ છીએ તેથી જો તેમાંના કોઇ ધમકી અને ભયના કારણે પોતાનો દેશ છોડીને ભારતમાં આવવા ઇચ્છે છે તો અમે ચોક્કસ તેમની મદદ કરીશું.

મુસ્લિમોની સંખ્યા વધારવાના પ્રયાસો કરાયા હતા ઃ ભાગવત

ભાગવતે જણાવ્યું હતું કે, ભારતીયોએ હંમેશા વિદેશીઓને આવકાર્યા છે પરંતુ તેમની ભાષા, ધર્મ અને ખોરાકની આદતો થોપી દેવાના કાવતરાં અન્યોમાં ભય પ્રસરાવે છે. ૧૯૩૦થી ભારતને પાકિસ્તાન બનાવી દેવા અને સુનિિૃત રીતે મુસ્લિમોની સંખ્યા વધારવાના પ્રયાસો કરાયા હતા. પંજાબ, સિંધ, આસામ અને બંગાળ માટે આ હકીકત હતી. આ સુનિયોજિત પ્રયાસોના કારણે ભારતનું વિભાજન થયું

અન્ય ધર્મ, સંસ્કૃતિ અને ભાષાનો આદર કરવો ભારતીય સંસ્કૃતિનો હિસ્સો ઃ સંઘ વડા

અન્ય ધર્મ, સંસ્કૃતિ અને ભાષાનો આદર કરવો ભારતીય સંસ્કૃતિનો હિસ્સો છે. અમારે વિશ્વ પાસેથી બિનસાંપ્રદાયિકતા, સમાજવાદ અને લોકશાહીના પાઠ ભણવાની જરૃર નથી. આપણા બંધારણમાં અધિકારીઓ અને ફરજોની ચોક્કસ વ્યાખ્યા કરાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન