Australia Planning to Keep Indian Immigrants into Christmas Island
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ઓસ્ટ્રેલિયામાં જતાં ભારતીયોને કુખ્યાત ડિટેન્શન કેમ્પમાં કેદ કરશે! અમાનવીય અત્યાર માટે છે જાણીતું

ઓસ્ટ્રેલિયામાં જતાં ભારતીયોને કુખ્યાત ડિટેન્શન કેમ્પમાં કેદ કરશે! અમાનવીય અત્યાર માટે છે જાણીતું

 | 2:25 pm IST
  • Share

ઓસ્ટ્રેલિયામાં ભારતથી જનાર લોકોને એક ડિટેન્શન કેમ્પમાં કેદ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઓસ્ટ્રેલિયાની મોરિશન સરકારને ડર છે કે ભારતથી આવનાર લોકો મારફતે કોરોનાનું સંક્રમણ સ્ટ્રેન તેમના દેશમાં આવી શકે છે. કોરોનાના કેસો વધવાને કારણે મેલબોર્નમાં સરકારે 7 દિવસનું લોકડાઉન પણ લગાવ્યું હતું. આ પહેલાં ઓસ્ટ્રેલિયાઈ સરકારે ભારતથી આવનાર તમામ લોકો પર પાબંદી લગાવી હતી. બાદમાં પાબંદીમાં ઢીલ આપવામાં આવી પણ ત્યાંથી આવનાર લોકોને ફરજિયાત ક્વોરન્ટાઈન કરવામાં આવી રહ્યા છે.

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાઈ સરકારનો નિર્ણય

રશિયાની સમાચાર એન્જસીએ ઓસ્ટ્રેલિયાના રાજ્ય વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના એક સરકારી પ્રવક્તા સાથે થયેલી વાતચીત અંગે જણાવ્યું કે, ઓસ્ટ્રેલિયા ભારતથી આવનાર યાત્રીઓને ક્રિસમ દ્વીપ પર એક ડિટેન્શન કેન્દ્રમાં રાખવાનો વિચાર કરી રહી છે. આ મહિલા પ્રવક્તાએ એમ પણ કહ્યું કે, તેમની રાજ્ય સરકાર અન્ય વિકલ્પો ઉપર પણ વિચાર કરી રહી છે, જેમાં કોમનવેલ્થ ડિટેન્શન ફેસિલિટી, રોટનેસ્ટ આઈલેન્ડ ડિટેક્શન ફેસિલિટી પણ સામેલ છે. આ ઉપરાંત લિયરમથ અને બુસેલટન એરપોર્ટ, ઓસ્ટ્રેલિયાઈ વાયુ સેના બેઝ પિયર્સ પણ સામેલ છે.

કુખ્યાત છે આ ડિટેન્શન સેન્ટર

ક્રિસમસ આઈલેન્ડ ઈમિગ્રેશન રિસેપ્શન એન્ડ પ્રોસેસિંગ સેન્ટરનું નિર્માણ ઓસ્ટ્રેલિયાઈ સરકારે કર્યું હતું. આ ડિટેન્શન સેન્ટરનો ઉપયોગ ગેરકાનૂની પ્રવાસીઓ અને શરણ ઈચ્છતા લોકોને રાખવા માટે કરવામાં આવતો રહ્યો છે. અહીં રહેતાં લોકો પર થતાં અત્યાચારોથી ચિંતિત ઓસ્ટ્રેલિયાઈ સરકારે આ ડિટેન્શન સેન્ટરને 2018માં જ બંધ કરી દીધું હતું. આ ડિટેન્શન સેન્ટરમાં ઓસ્ટ્રેલિયન ગાર્ડે લોકોને અમાનવીય પરિસ્થિતિઓમાં રહેવા માટે મજબૂર કરે છે.

ભારતથી આવનાર લોકો પર પાબંદી પર વિવાદોમાં હતી સરકાર

પ્રધાનમંત્રી સ્કોટ મોરિસનની સરકારે છેલ્લા મહિને ભારથી આવનાર ઉડાનો પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યાં સુધી કે પ્રતિબંધના ઉલ્લંઘન કરનારને 50 હજાર ડોલરનો દંડ અને 5 વર્ષની કેદની ધમકી આપવામાં આવી હતી. પશ્ચિમી ઓસ્ટ્રેલિયાના પ્રીમિયર માર્ક મેકગોવને છેલ્લા અઠવાડિયે રાજ્યની સંસદને જણાવ્યું કે તેમણે ભારતમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયાઈ લોકોના ઘરવાપસીનું સમર્થન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન