Australian horse rider suspended from Olympics for drug use
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ડ્રગ્સનું સેવન કરનાર ઓસ્ટ્રેલિયન હોર્સ રાઇડરને ઓલિમ્પિકમાંથી સસ્પેન્ડ કરાયો

ડ્રગ્સનું સેવન કરનાર ઓસ્ટ્રેલિયન હોર્સ રાઇડરને ઓલિમ્પિકમાંથી સસ્પેન્ડ કરાયો

 | 7:55 am IST
  • Share

ઓલિમ્પિક પહેલાં ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો પડયો છે. ૨૩મી જુલાઇએ સત્તાવાર રીતે ગેમ્સનું ઉદ્ઘાટન થાય તે પહેલાં ઓસ્ટ્રેલિયાના હોર્સ રાઇડરને પ્રતિબંધિત ડ્રગ્સનું સેવન કરવા બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયન હોર્સ રાઇડર જેમી કર્મોન્ડ ડોપ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો છે અને તેણે કોકેનનું સેવન કર્યું હોવાનો ઘટસ્ફોટ થયા બાદ તેને અનિશ્ચિત સમય માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે. આ મામલો એક મહિનાનો જૂનો છે પરંતુ આ કાર્યવાહી ઓસ્ટ્રેલિયા તરફથી કરવામાં આવી છે. ૨૬મી જૂને તેનો ડોપ ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને ૩૬ વર્ષીય જેમીની ઓલિમ્પિકમાં પ્રથમ વખત ભાગ લેવાનો હતો.

ઓસ્ટ્રેલિયન હોર્સ રાઇડિંગ સંસ્થા એક્વેસ્ટેરિયન ઓસ્ટ્રેલિયાએ જેમીના સસ્પેન્શનની માહિતી આપી હતી. જેમીના એ-સેમ્પલ રિપોર્ટમાં તેણે કોકેન મેટાબોલાઇટનું સેવન કર્યું હોવાનું માલૂમ પડયું હતું. રિપોર્ટ હમણાં આવ્યો હોવાના કારણે તેની સામે અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે. જેમી પાસે બી-સેમ્પલનો વિકલ્પ છે પરંતુ ત્યાં સુધી તે ટોક્યો ગેમ્સ સહિત કોઇ પણ ઇવેન્ટમાં ભાગ લઇ શકશે નહીં અને તમામ બાબતોની સ્પષ્ટતા નહીં થાય ત્યાં સુધી તેની ઉપરનો પ્રતિબંધ જારી રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન