Australian players will remain in India even after IPL-14 suspended
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • IPL-14 સસ્પેન્ડ થવા છતા ભારતમાં જ રહેશે ઓસ્ટ્રેલિયાના ખેલાડી! જાણો કારણ

IPL-14 સસ્પેન્ડ થવા છતા ભારતમાં જ રહેશે ઓસ્ટ્રેલિયાના ખેલાડી! જાણો કારણ

 | 7:17 pm IST
  • Share

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સીઝન અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે. કોરોના કેસ અનેક ટીમોમાં સામે આવ્યા બાદ બીસીસીઆઈએ આ નિર્ણય લીધો છે. આ પગલા પછી, બીસીસીઆઈ(BCCI) સમક્ષ સૌથી મોટો પડકાર વિદેશી ખેલાડીઓને પરત મોકલવાનો છે.

લીગમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓ રમી રહ્યા હતા. ઓસ્ટ્રેલિયા સહિત ઘણા દેશોએ ભારતની ફ્લાઇટ્સ બંધ કરી દીધી છે. ઓસ્ટ્રેલિયાના ઘણા ખેલાડીઓ આઈપીએલનો ભાગ છે, સ્ટીવ સ્મિથ (દિલ્હી કેપિટલ્સ), ગ્લેન મેક્સવેલ (આરસીબી), ડેવિડ વોર્નર (સનરાઇઝર્સ હૈદરાબાદ) અને પેટ કમિન્સ (કોલકાતા નાઈટ રાઇડર્સ) જેવા મોટા નામનો સમાવેશ થાય છે.

આ સિવાય રિકી પોન્ટિંગ (દિલ્હી કેપિટલ્સ) અને સિમોન કેટિચ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) જેવા હાઈ પ્રોફાઇલ ઓસ્ટ્રેલિયન લોકો પણ આઈપીએલનો ભાગ છે. મેથ્યુ હેડન, બ્રેટ લી અને લિસા સ્ટાલેકર જેવા ભૂતપૂર્વ દિગ્ગજ ટૂર્નામેન્ટની કમેન્ટરી ટીમનો ભાગ છે. 15 મેના રોજ ઓસ્ટ્રેલિયાએ ભારત આવવા અને જવા પર પ્રતિબંધ મૂક્યો છે. આવી સ્થિતિમાં, બીસીસીઆઈ માટે આ પડકાર છે કે આ ખેલાડીઓને તેમના ઘરે પાછા કેવી રીતે મોકલવા. સવાલ એ ઉભો થાય છે કે શું આ ખેલાડીઓ 15મે સુધી ભારતમાં રહેશે કે અન્ય કોઈ વિકલ્પ અંગે વિચારવામાં આવશે.

તો બીજી તરફ, આઈપીએલ સસ્પેન્ડ કર્યા બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા(સીએ)એ એક નિવેદન જારી કર્યું છે. તેમણે બીસીસીઆઈના નિર્ણયને આવકાર્યો છે. સીએએ કહ્યું, અમે આઈપીએલને સ્થગિત કરવાના નિર્ણયને સમર્થન આપીએ છીએ. અમે સમજીએ કે બીસીસીઆઈએ ખેલાડીઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો. સીએ બીસીસીઆઈ સાથે સીધા સંપર્કમાં છે.

સીએએ કહ્યું કે, અમે ખેલાડીઓ અને કોચની રહેવા અને તેમની પરત આવવાની યોજના સુનિશ્ચિત કરવા બીસીસીઆઈના સંપર્કમાં છીએ. ઓસ્ટ્રેલિયન સરકારે 15મે સુધી ભારતની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે. અમે સરકારના આ નિર્ણયને સમર્થન આપીએ છીએ.

સોમવારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા(CA)એ સ્પષ્ટ કહ્યું હતું કે ખેલાડીઓ માટે ચાર્ટર ફ્લાઇટ્સ ગોઠવવાની તેની કોઈ યોજના નથી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)ના વડા નિક હોક્લેએ કહ્યું છે કે લીગમાં રમનારા ખેલાડીઓ માટે ચાર્ટર ફ્લાઇટ્સ (વિશેષ વિમાન)ની વ્યવસ્થા કરવાની કોઈ યોજના નથી. હોક્લે એમ પણ કહ્યું કે ટૂર્નામેન્ટને સમાપ્ત થવા માટે ચાર અઠવાડિયા બાકી છે અને કોઈપણ યોજનાઓ અંગે અનુમાન લગાવવું ખૂબ જ વહેલું છે. આ દરમિયાન આઇપીએલે કહ્યું કે તે વિદેશી ખેલાડીઓ પરત ફરવાનો રસ્તો શોધી શકશે. વિદેશી ખેલાડીઓ પાછા કેવી રીતે જશે તે અંગે જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે બ્રિજેશે પીટીઆઈને કહ્યું કે, અમે તેમને ઘરે મોકલવાની જરૂર છે અને અમે તે કરવા માટેનો રસ્તો શોધીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન