Coronavirus: Australian Scientist Killed Corona In Lab within 48 Hours
  • Home
  • Corona live
  • કોરોનાની દવા શોધવામાં આ દેશને મળી જબ્બર મોટી સફળતા, લેબમાં કર્યો COVID-19નો ખાત્મો

કોરોનાની દવા શોધવામાં આ દેશને મળી જબ્બર મોટી સફળતા, લેબમાં કર્યો COVID-19નો ખાત્મો

 | 10:16 pm IST

આજે લગભગ આખી દુનિયા કોરોના વાયરસનાં કહેરનો સામનો કરી રહી છે. અત્યાર સુધી 11 લાખથી વધારે લોકો આનાથી સંક્રમિત થઈ ચુક્યા છે, જ્યારે 61 હજારથી વધારે લોકોનાં મોત થઈ ચુક્યા છે. આનું સૌથી મોટું કારણ એ છે કે વાયરસ નવો છે. આ કારણે તેની કોઈ રસી હજુ શોધી ઉપલબ્ધ નથી અને ના કોઈ ચોક્કસ સારવાર. દુનિયાભરમાં આની સારવાર અને વેક્સિન માટે વૈજ્ઞાનિકો રિસર્ચમાં લાગેલા છે.

દુનિયામાં પહેલાથી જ ઉપલબ્ધ દવાથી કર્યો કોરોનાનો ખાત્મો

હવે આશાનું એક કિરણ ચમકતુ જોવા મળી રહ્યું છે. ઑસ્ટ્રેલિયાનાં વૈજ્ઞાનિકો આનો તોડ નીકાળવાની એકદમ નજીક પહોંચી ગયા છે. ઑસ્ટ્રેલિયામાં વૈજ્ઞાનિકોએ લેબમાં કોરોના વાયરસથી સંક્રમિત કોશિકાઓથી આ ઘાતક વાયરસને ફક્ત 48 કલાકમાં જ ખત્મ કર્યો છે અને એ પણ એક એવી દવાથી જે પહેલાથી ઉપલબ્ધ છે. રિસચર્સે જોયું કે દુનિયામાં પહેલાથી જ ઉપલબ્ધ એક એન્ટી પૈરાસટ ડ્રગે કોરોના વાયરસને ખત્મ કરી દીધો. આ કોરોના વાયરસની સારવારની દિશામાં એક મોટી સફળતા છે અને આનાથી હવે ક્લિનિકલ ટ્રાયલનો રસ્તો સાફ થઈ શકે છે.

આ વાયરસ 24 કલાકમાં જ ખત્મ થઈ શકે છે

એન્ટી વાયરલ રિસર્ચ જર્નલમાં પ્રકાશિત રિપોર્ટ પ્રમાણે ઇવરમેક્ટિન નામની દવાનો ફક્ત એક ડૉઝ કોરોના વાયરસ સહિત તમામ વાયરલ આરએનએને 48 કલાકમાં ખત્મ કરી શકે છે. જો સંક્રમણે ઓછો પ્રભાવિત કર્યા છે તો વાયરસ 24 કલાકમાં જ ખત્મ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આરએનએ વાયરસ એ વાયરસોને કહેવામાં આવે છે કે જેમના જેનેટિક મટીરિયલમાં આરએનએ એટલે કે રિબો ન્યૂક્લિક એસિડ હોય છે.

લોકો પર પરીક્ષણ કરવાની જરૂરિયાત

આ સ્ટડીને ઑસ્ટ્રેલિયાની મોનાશ યૂનિવર્સિટીની કાઇલી વૈગસ્ટાફે અન્ય વૈજ્ઞાનિકો સાથે મળીને લખી છે. સ્ટડીમાં વૈજ્ઞાનિકોએ કહ્યું કે ઇવરનેક્ટિન એક એવી એન્ટી પૈરાસાઇટ છે જે એચઆઈવી, ડેંગ્યૂ, ઇન્ફ્લુએન્ઝા અને ઝીકા વાયરસ જેવા તમામ વાયરસ સામે કારગર છે. જો રે વૈગસ્ટાફે સાથે એ પણ ચેતવણી આપી છે કે આ સ્ટડી લેબમાં કરવામાં આવી છે અને આનું લોકો પર પરીક્ષણ કરવાની જરૂરિયાત છે.

પહેલાથી ઉપલબ્ધ દવાઓનું મિશ્રણ લોકોને જલદી મદદ કરશે

વૈગસ્ટાફે કહ્યું કે, “ઇવરમેક્ટિનનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે અને આ સુરક્ષિત દવા માનવામાં આવે છે. હવે આપણે એ જોવાની જરૂર છે કે આનો ડોઝ માણસોમાં (કોરોના વાયરસની સામે) કારગર છે કે નહીં. હવે આ આગામી તબક્કો છે.” તેમણે આગળ કહ્યું કે, “એવા સમયે જ્યારે આપણે વૈશ્વિક મહામારીથી ઝઝુમી રહ્યા છીએ અને તેની કોઈ અપ્રુવ્ડ સારવાર નથી તો જો આપણી પાસે પહેલાથી ઉપલબ્ધ દવાઓનું કોઈ મિશ્રણ હોય તો આ લોકોને જલદી મદદ કરશે.”

આ વિડીયો પણ જુઓ: અમદાવાદમાં લોકડાઉનનુ કેટલુ અમલીકરણ કરવામાં આવી રહ્યુ છે તે જાણવા સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટીંગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન