Average daily America Coronavirus deaths cross 2,000
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અમેરિકા માટે સપ્ટેમ્બર ઘાતક બન્યો, કોરોનાને કારણે સરેરાશ દૈનિક મૃત્યુઆંક 2000 થયો

અમેરિકા માટે સપ્ટેમ્બર ઘાતક બન્યો, કોરોનાને કારણે સરેરાશ દૈનિક મૃત્યુઆંક 2000 થયો

 | 8:00 am IST
  • Share

અમેરિકામાં સપ્ટેમ્બરમા કોરોના વાઇરસ વધારે જોખમી બની રહ્યો છે. અમેરિકામાં માર્ચ પછી પ્રથમવાર એક દિવસમાં સરેરાશ ૧૯૦૦થી ૨૦૦૦ કોરોના દર્દીઓના મોત નોંધાયા છે. જો કે નિષ્ણાતો જણાવે છે કે કોરોનાનું સંક્રમણ હજુ સુધી વેક્સિનથી દૂર રહેલાં ૭.૧ કરોડ અમેરિકનોને પોતાનું નિશાન બનાવી રહ્યું છે. અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડેને આ જીવલેણ લહેર સામે લડવા માટે લોકોને ઘરમાં રહીને કોરોના સંક્રમણની ચકાસણી કરાવવાની અપીલ કરવાની ફરજ પડી છે. અમેરિકામાં આ રોગચાળાના કારણે હોસ્પિટલો તેની ક્ષમતાથી વધારે દર્દીઓની સારવાર કરી રહી છે અને શાળાઓને ફરીથી બંધ કરવાનો ભય ઊભો થયો છે. જાણકારોના મતે હજી પણ દેશના મોટા જૂથે રસી લીધી નથી.

કોરોનાનો ભોગ બનનારા મહત્તમ લોકોએ વેક્સિન લીધી નથી: નિષ્ણાતો  

સ્વાસ્થ્ય નિષ્ણાતો અનુસાર હોસ્પિટલમાં ભરતી થનારા અને જીવ ગુમાવનારા લોકોમાં મોટાભાગના દર્દી વેક્સિન નહી લેનારા છે. નિષ્ણાતો કોરોના વેક્સિન નહી લેનારા લોકો પર કોરોનાના ગંભીર સંક્રમણનો ભય હોવાનં જણાવી ઝડપથી વેક્સિનની તક ઝડપી લેવાની લોકોને ચેતવણી આપી રહ્યા છે. બાઇડેને ઘરે-ઘરે જઇને લોકોનો કોરોના ટેસ્ટ કરવાની અપીલ કરતાં રેપિડ ટેસ્ટ ઉપર ભાર મૂક્યો છે. તેમણે જણાવ્યું હતું કે અમેરિકન સરકાર ૨૮ કરોડ ટેસ્ટિંગ કિટની ખરીદી કરશે અને સાથે દેશની તમામ શાળાઓમાં રેગ્યુલર ટેસ્ટિંગ પ્રોગ્રામ ચાલુ રાખવા આદેશ કર્યો હતો.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો